પાકિસ્તાન અને આયર્લેન્ડ વચ્ચે ત્રણ મેચની T20 સિરીઝ રમાઈ રહી છે. આયર્લેન્ડે શ્રેણીની પ્રથમ મેચ જીતી હતી. પાકિસ્તાની ટીમે બીજી T20I મેચમાં આયર્લેન્ડને 7 વિકેટે હરાવ્યું છે.
આ મેચમાં પાકિસ્તાન તરફથી મોહમ્મદ રિઝવાન અને ફખર ઝમાને શાનદાર પ્રદર્શન કર્યું છે. આ ખેલાડીઓના કારણે જ પાકિસ્તાની ટીમ મેચ જીતવામાં સફળ રહી છે. બાબર આઝમે આયર્લેન્ડ સામેની બીજી મેચમાં જીત નોંધાવીને ઈતિહાસ રચ્યો છે.
આયર્લેન્ડ સામેની બીજી T20I જીત્યા બાદ, બાબર આઝમ T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી સફળ કેપ્ટન બની ગયો છે અને T20 ઇન્ટરનેશનલમાં કેપ્ટન તરીકે સૌથી વધુ મેચ જીતવાની બાબતમાં તે પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. બાબરે T20I ક્રિકેટમાં કેપ્ટન તરીકે 45 મેચ જીતી છે. યુગાન્ડાના બ્રાયન મસાબા બીજા સ્થાને છે. તેણે કેપ્ટન તરીકે 44 T20I મેચ જીતી છે.
T20I ક્રિકેટમાં સૌથી વધુ મેચ જીતનાર કેપ્ટનઃ
બાબર આઝમ- 45 મેચ
બ્રાયન મસાબા- 44 મેચ
અસગર અફઘાન- 42 મેચ
ઇયોન મોર્ગન- 42 મેચ
મહેન્દ્ર સિંહ ધોની- 41 મેચ
રોહિત શર્મા- 41 મેચ
બાબર આઝમે 78 T20I મેચોમાં પાકિસ્તાનની કેપ્ટનશીપ કરી છે. જેમાંથી પાકિસ્તાની ટીમે 45માં જીત મેળવી છે. ટીમને 26 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. 7 મેચમાં કોઈ પરિણામ આવ્યું નથી. તેમની કપ્તાનીમાં પાકિસ્તાની ટીમે T20 વર્લ્ડ કપ 2022ની ફાઇનલમાં જગ્યા બનાવી હતી. પરંતુ તે સમયે પાકિસ્તાન ઈંગ્લેન્ડ સામે હારી ગયું હતું.