T-20

બાબર આઝમે શરમજનક રેકોર્ડ બનવ્યો, પાકિસ્તાન માટે સૌથી ધીમી અડધી સદી

બાબર આઝમે 49 બોલમાં અડધી સદી ફટકારી હતી જેમાં ફક્ત 5 ચોગ્ગા સામેલ હતા…

જોહાનિસબર્ગમાં પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી બીજી ટી 20 આંતરરાષ્ટ્રીય મેચમાં યજમાન આફ્રિકાએ પાકિસ્તાનને 6 વિકેટે હરાવી દીધું હતું.

આ મેચમાં પાકિસ્તાનની બેટિંગ દરમિયાન એક વિલક્ષણ રેકોર્ડ જોવા મળ્યો હતો. મેચમાં પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાની ટીમે 9 વિકેટના નુકસાન પર 140 રન બનાવ્યા હતા, જેમાં ટીમના કેપ્ટન બાબર આઝમે 50 રનની સર્વોચ્ચ ઇનિંગ્સ રમી હતી. જોકે, આઝમે 49 બોલમાં પોતાની અડધી સદી ફટકારી હતી, જે ટી 20 આંતરરાષ્ટ્રીય મેચમાં પાકિસ્તાન માટે બીજી ધીમી અડધી સદી છે. બાબર આઝમે 49 બોલમાં અડધી સદી ફટકારી હતી જેમાં ફક્ત 5 ચોગ્ગા સામેલ હતા.

આ પહેલા 2008 માં પાકિસ્તાનના ડાબા હાથના બેટ્સમેન શોએબ ખાને 53 દડામાં અર્ધસદી ફટકારી હતી અને આ રેકોર્ડ હજી યથાવત્ છે.

પાકિસ્તાને આપેલા 141 રનના લક્ષ્યાંકને દક્ષિણ આફ્રિકાની ટીમે 14 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. માર્કરામે 30 બોલમાં 54 રન બનાવ્યા હતા. આ સિવાય હેનરી ક્લાસેને 36 રન બનાવ્યા હતા.

 

Exit mobile version