T-20

એશિયા કપ જીતવા માટે બાંગ્લાદેશે ટીમની જાહેરાત કરી, શાકિબને મળી કમાન

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ શનિવારે શાકિબ અલ હસનને આ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયામાં આગામી ICC મેન્સ T20 વર્લ્ડ કપ સુધી T20 કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે.

BCB ની જાહેરાતે છેલ્લા કેટલાક અઠવાડિયાની અનિશ્ચિતતાનો અંત લાવી દીધો, જ્યારે બોર્ડ દ્વારા શાકિબને બાંગ્લાદેશ માટે રમવા અથવા ‘સટ્ટાબાજી કંપની’ સાથે પોતાનું સમર્થન રાખવા વચ્ચે પસંદગી કરવાનું કહેવામાં આવ્યું. બોર્ડના અલ્ટીમેટમ પછી, શાકિબે સટ્ટાબાજીની કંપની BetWinner સાથેનો કરાર સમાપ્ત કર્યો. મોમિનુલ હકની હકાલપટ્ટી બાદ તેને જૂનમાં ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

BCBએ 27 ઓગસ્ટથી રમાનારી એશિયા કપ માટે 17 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. લિટન દાસ ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. મિડલ ઓર્ડર બેટ્સમેન સબીર રહેમાનની ટીમમાં વાપસી થઈ છે જ્યારે મુશફિકુર રહીમે પણ પુનરાગમન કર્યું છે.

એશિયા કપ માટે બાંગ્લાદેશની ટીમઃ શાકિબ અલ હસન (કેપ્ટન), અનામુલ હક, મુશફિકુર રહીમ, અફીફ હુસૈન, મોસાદ્દેક હુસૈન, મહમુદુલ્લાહ, મહેદી હસન, મોહમ્મદ સૈફુદ્દીન, હસન મહમૂદ, મુસ્તફિઝુર રહેમાન, નસુમ અહેમદ, સબ્બીર રહેમાન, મેહદી હસન મિરાજ. ઇબાદોત હુસૈન, પરવેઝ હુસૈન ઇમોન, નૂરૂલ હસન સોહન, તસ્કીન અહેમદ

Exit mobile version