ટીમ ઈન્ડિયા અને આયર્લેન્ડ વચ્ચે બે મેચની T20 સીરીઝની પ્રથમ મેચ 26 જૂને ડબલિનમાં રમાશે. હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં જ્યાં ટીમ ઈન્ડિયા આયર્લેન્ડ સામેની ટી-20 મેચમાં ઉતરશે તો ટીમ ઈન્ડિયા અને આયર્લેન્ડ વચ્ચે બે મેચની T20 સીરીઝની પ્રથમ મેચ 26 જૂને ડબલિનમાં રમાશે. હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં જ્યાં ટીમ ઈન્ડિયા આયર્લેન્ડ સામેની ટી-20 મેચમાં ઉતરશે તો બીજી તરફ બીજી ટીમ લેસ્ટરશાયર સામેની વોર્મ-અપ મેચમાં જોવા મળશે.બીજી તરફ બીજી ટીમ લેસ્ટરશાયર સામેની વોર્મ-અપ મેચમાં જોવા મળશે.
પરંતુ આયર્લેન્ડ સામેની મેચમાં એક વાત ખાસ હશે કારણ કે BCCI ચીફ સૌરવ ગાંગુલી આ મેચ જોવા માટે હશે. અગાઉ એવી માહિતી હતી કે તે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ જોવા જશે, પરંતુ એક અંગ્રેજી વેબસાઈટ દ્વારા કહેવામાં આવ્યું છે કે તે પ્રથમ T20 દરમિયાન હાજર રહેશે. પ્રથમ T20 જોયા બાદ તે ઈંગ્લેન્ડ જવા રવાના થશે જ્યાં તે બર્મિંગહામમાં રમાનારી 5મી ટેસ્ટ દરમિયાન હાજર રહેશે.
રાહુલ દ્રવિડની ગેરહાજરીમાં એનસીએ ચીફ વીવીએસ લક્ષ્મણના નેતૃત્વમાં નવા સપોર્ટ સ્ટાફની ટીમ આયર્લેન્ડના પ્રવાસે ગઈ છે. લક્ષ્મણ ઉપરાંત સાઈરાજ બહુતલે, સિતાંશુ કોટક અને મુનીશ બાલી પણ આ પ્રવાસમાં સપોર્ટ સ્ટાફ ટીમમાં છે. હાલ રાહુલ દ્રવિડ ઈંગ્લેન્ડના પ્રવાસે છે.
2018 પછી ભારતીય ટીમનો આ બીજો આયરલેન્ડ પ્રવાસ છે. ગત પ્રવાસમાં હાર્દિક પંડ્યા ખેલાડી તરીકે હાજર હતો, જ્યારે આ વખતે તેના હાથમાં ટીમની કમાન છે. અગાઉના પ્રવાસમાં ટીમે બે મેચની શ્રેણી 2-0થી જીતી હતી. આશા છે કે હાર્દિકના નેતૃત્વમાં ટીમ આયર્લેન્ડ સામે ફરી એકવાર જીત નોંધાવવામાં સફળ રહેશે.
કેપ્ટન તરીકે, હાર્દિક પંડ્યાએ IPL 2022માં શાનદાર પ્રદર્શન કરીને પહેલી જ સિઝનમાં પોતાની ટીમને જીત અપાવી હતી. જેના પરિણામે તેને પ્રથમ વખત ટીમ ઈન્ડિયાની કમાન સોંપવામાં આવી છે. ભલે હાર્દિક પાસે તેની કેપ્ટનશિપ દેખાડવા માટે માત્ર બે મેચ છે, પરંતુ આ બે મેચમાં તે પોતાને કેપ્ટન તરીકે સાબિત કરવાનો પ્રયાસ કરશે.