T-20

એશિયા કપ પહેલા ભારતને લાગ્યો ઝટકો, મુખ્ય કોચ થયા કોરોના સંક્રમિત

એશિયા કપ 2022 પહેલા ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. મુખ્ય કોચ રાહુલ દ્રવિડ કોરોના ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા છે. ભારતીય ટીમ એશિયા કપ માટે સંયુક્ત આરબ અમીરાત (UAE) જવાની તૈયારી કરી રહી છે ત્યારે દ્રવિડને કોરોનાનો ચેપ લાગ્યો હતો.

જો કે, દ્રવિડ ભારતીય કેમ્પમાં ક્યારે જોડાશે તે હજુ સુધી જાણી શકાયું નથી. તમને જણાવી દઈએ કે એશિયા કપ 27 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહ્યો છે. ભારત ટુર્નામેન્ટની પોતાની પ્રથમ મેચ 28 ઓગસ્ટે દુબઈમાં પાકિસ્તાન સામે રમશે.

દ્રવિડ ઝિમ્બાબ્વે પ્રવાસ પર ભારતીય ટીમની સાથે નહોતા. તેમના સિવાય બેટિંગ કોચ વિક્રમ રાઠોડ અને બોલિંગ કોચ પારસ મ્હામ્બરેને પ્રવાસ માટે આરામ આપવામાં આવ્યો હતો. દ્રવિડના સ્થાને પૂર્વ દિગ્ગજ ક્રિકેટર વીવીએસ લક્ષ્મણને ઝિમ્બાબ્વે શ્રેણી માટે કોચ બનાવવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે ભારતે હાલમાં જ સમાપ્ત થયેલ ત્રણ મેચની વનડે શ્રેણીમાં ઝિમ્બાબ્વેને 3-0થી હરાવ્યું હતું. ભારતે પ્રથમ મેચમાં ઝિમ્બાબ્વેને 10 વિકેટ, બીજી મેચમાં 5 વિકેટ અને ત્રીજી વનડેમાં 13 રનથી હરાવ્યું હતું.

 

Exit mobile version