ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડી દિનેશ કાર્તિક વર્ષો બાદ ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો છે, જેના પછી તે ઘણો ખુશ છે અને તેણે આફ્રિકા સામે અત્યાર સુધીની ત્રણેય મેચ રમી છે. પરંતુ આ દરમિયાન તેમનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જે એક ફ્લાઈટનો છે.
બીજી તરફ IPL 2022માં દિનેશ કાર્તિકનું પ્રદર્શન ખૂબ જ ધમાકેદાર રહ્યું હતું, જ્યાં તેણે RCB તરફથી રમતી વખતે ઘણી મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી અને ત્યારબાદ તેની ટીમ ઇન્ડિયામાં પસંદગી થઇ હતી.
દિનેશ કાર્તિકે ઈન્સ્ટાગ્રામ પર એક રીલ શેર કરી છે. આ રીલમાં દિનેશ કાર્તિક ફ્લાઈટમાં જોવા મળે છે. કાર્તિક વીડિયોમાં હીરોની જેમ એન્ટ્રી લઈ રહ્યો છે.
બીજી તરફ ટીમ ઈન્ડિયાની સાઉથ આફ્રિકા સામે ટી-20 સીરીઝ ચાલી રહી છે, આ સીરીઝમાં આફ્રિકાની ટીમ હાલમાં 2-1થી આગળ છે અને સીરીઝની ચોથી મેચ આજે રમાશે.
દક્ષિણ આફ્રિકા બાદ ટીમ ઈન્ડિયા જુલાઈમાં આયર્લેન્ડ સામે પણ ટી-20 સિરીઝ રમશે અને હાલમાં જ આ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. જ્યાં હાર્દિક પંડ્યાને આ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે અને કાર્તિક ફરી એકવાર જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે.

