
ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે ચાલી રહેલા ટી-20 વર્લ્ડ કપ 2021 માટે તેના બે ફાઇનલિસ્ટની આગાહી કરી છે. તે 14 નવેમ્બરે દુબઈમાં ICC ઈવેન્ટની ફાઇનલમાં એકબીજા સામે ટક્કર લેવા ઈંગ્લેન્ડ અને પાકિસ્તાનને પસંદ કયો છે.
સુપર 12 તબક્કાની તેની ત્રીજી મેચમાં પાકિસ્તાને અફઘાનિસ્તાનને હરાવ્યા બાદ સ્ટોક્સે આ ટ્વિટ પોસ્ટ કરી હતી. જોકે પાકે આ મેચ 5 વિકેટથી જીતીને ટૂર્નામેન્ટમાં સતત ત્રીજી જીત મેળવી હતી.
પાકિસ્તાન પહેલા જ કટ્ટર હરીફ ભારત અને ન્યુઝીલેન્ડને હરાવી ચૂક્યું છે. બીજી તરફ ઈંગ્લેન્ડ પણ સુપર 12 તબક્કામાં રમાયેલી બે મેચમાં બે જીત સાથે મજબૂત દેખાઈ રહી છે.
સ્ટોક્સના ટ્વિટમાં લખ્યું હતું કે, “ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાકિસ્તાન ફાઈનલ?” દુબઈમાં ઈંગ્લેન્ડ તેની ત્રીજી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે અને વિજેતા સેમિફાઈનલમાં પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી દેશે.”
આ ટૂર્નામેન્ટમાં ઈંગ્લેન્ડ અત્યાર સુધી વેસ્ટ ઈન્ડિઝ, બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયાને હરાવી ચૂક્યું છે. સ્ટોક્સની આગાહી ભારતીય ક્રિકેટ ટીમના ચાહકોને સારી ન લાગી. સુપર 12માં ભારતે માત્ર 1 મેચ રમી છે જેમાં તે પાકિસ્તાન સામે હારી ગયું છે. સેમિફાઇનલમાં જવાની તકો વધારવા માટે તેમને તેમની બાકીની મેચો અને ખાસ કરીને ન્યુઝીલેન્ડ સામે જીતવી પડશે.
