3 જુલાઈથી શરૂ થશે અને તમામ મેચ કોલંબોમાં રમાશે…
શ્રીલંકા સામે મર્યાદિત ઓવરની શ્રેણીની તૈયારી માટે ભારતીય ટીમે સોમવારે (5 જુલાઈ) કોલંબોના એસએસસી સ્ટેડિયમ ખાતે ઇન્ટ્રા સ્કવોડ ટી 20 પ્રેક્ટિસ મેચ રમી હતી. જેમાં ભુવનેશ્વર કુમારની આગેવાનીવાળી ટીમે શિખર ધવનની ટીમને હરાવી હતી.
શિખર ધવને આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ પછી, મનીષ પાંડે અને રૂતુરાજ ગાયકવાડની ઇનિંગના આધારે ધવનની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 150 પ્લસ રન બનાવ્યા હતા. મનિષે સૌથી વધુ 63 રનની ઇનિંગ્સ રમી હતી, જ્યારે રૂતુરાજે 30 રન બનાવ્યા હતા.
જવાબમાં ભુવનેશ્વરની ટીમે 17મી ઓવરમાં જ જીત મેળવી હતી. જેમાં સૂર્ય કુમાર યાદવે શાનદાર અડધી સદી ફટકારી હતી. આ પહેલા પૃથ્વી શો અને દેવદત્ત પદિકલે ટીમને શાનદાર શરૂઆત આપી હતી અને પ્રથમ વિકેટ માટે 60 રનની ભાગીદારી કરી હતી.
આપને જણાવી દઈએ કે શિખર ધવનની કપ્તાની હેઠળ ભારતીય ક્રિકેટ ટીમે શ્રીલંકા સામે ત્રણ વનડે અને ત્રણ ટી -20 મેચની શ્રેણી રમવાની છે. જે 13 જુલાઈથી શરૂ થશે અને તમામ મેચ કોલંબોમાં રમાશે.
The recap with a twist
Paras Mhambrey takes the 9⃣0⃣-seconds match-rewind
challenge Watch NOW
#TeamIndia #SLvIND pic.twitter.com/UTpRH0V9ug — BCCI (@BCCI) July 5, 2021

