એશિયા કપમાં રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મેચ રમાઈ હતી. અગાઉની હારનો બદલો લેતા ભારતે આ રોમાંચક મેચમાં પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું હતું.
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા રવિન્દ્ર જાડેજાની શાનદાર ઈનિંગે ભારતને જીત અપાવી હતી. બીજી તરફ ભુવનેશ્વર કુમારે શાનદાર બોલિંગ કરતા 4 વિકેટ ઝડપી હતી. ભુવનેશ્વર કુમારે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ, આસિફ અલી, શાદાબ ખાન, નસીમ શાહને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. આ દરમિયાન તેણે એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો.
ભારતના અનુભવી ઝડપી બોલર ભુવનેશ્વર કુમારે પોતાની વિસ્ફોટક બોલિંગથી પાકિસ્તાનને બેક ફૂટ પર ધકેલી દીધું હતું. તેણે પોતાના સ્પેલમાં 26 રન આપીને 4 વિકેટ લીધી હતી. આ શાનદાર પ્રદર્શન બાદ ભુનેશ્વર કુમારે એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો. તે પાકિસ્તાન સામે T20 ઈન્ટરનેશનલ મેચમાં બોલિંગ કરનાર સર્વશ્રેષ્ઠ ભારતીય બોલર બની ગયો છે. તે T20I માં પાકિસ્તાન સામે સૌથી વધુ વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર બની ગયો છે. તેણે પોતાની ઇનિંગ્સમાં 9 વિકેટ લીધી છે. બીજી તરફ હાર્દિક પંડ્યા બીજા નંબર પર છે. તેણે 3 ઇનિંગ્સમાં 7 વિકેટ લીધી છે.