T-20

બાંગ્લા સામે આટલું કરતાં જ હાર્દિક ઈતિહાસ રચશે, તોડશે બુમરાહનો રેકોર્ડ

Pic- cnm

ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પાસે બુધવારે (8 ઓક્ટોબર) દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં બાંગ્લાદેશ સામે રમાનાર બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં કેટલાક ખાસ રેકોર્ડ બનાવવાની તક હશે.

ગ્વાલિયરમાં રમાયેલી પ્રથમ મેચમાં હાર્દિકે શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું હતું. તેણે 16 બોલમાં સૌથી વધુ અણનમ 39 રન બનાવ્યા અને બોલિંગમાં એક વિકેટ લીધી.

જો હાર્દિક આ મેચમાં 4 વિકેટ લે છે, તો તે ભુવનેશ્વર કુમાર અને જસપ્રિત બુમરાહને પાછળ છોડી દેશે અને ભારત માટે T-20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ વિકેટ લેનારા ખેલાડીઓની યાદીમાં બીજા સ્થાને પહોંચી જશે. હાર્દિકે અત્યાર સુધી રમાયેલી 92 ઇનિંગ્સમાં 87 વિકેટ ઝડપી છે. જ્યારે ભુવનેશ્વરે 86 ઇનિંગ્સમાં 90 અને બુમરાહે 69 ઇનિંગ્સમાં 89 વિકેટ ઝડપી છે. આ યાદીમાં યુઝવેન્દ્ર ચહલ 96 વિકેટ સાથે નંબર વન પર છે.

હાર્દિકે 103 મેચની 80 ઇનિંગ્સમાં 1562 રન બનાવ્યા છે. જો તે આ મેચમાં 56 રન બનાવશે તો તે એમએસ ધોની અને સુરેશ રૈનાને પાછળ છોડીને ભારત માટે સૌથી વધુ T20 ઈન્ટરનેશનલ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં છઠ્ઠા સ્થાને પહોંચી જશે. પૂર્વ બેટ્સમેન ધોનીએ 98 મેચની 85 ઇનિંગમાં 1617 રન બનાવ્યા છે અને રૈનાએ 78 મેચની 66 ઇનિંગમાં 1605 રન બનાવ્યા છે.

નોંધનીય છે કે હાલમાં ભારતીય ટીમ ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી આગળ છે. ગ્વાલિયરમાં રમાયેલી મેચમાં ભારતે 7 વિકેટે શાનદાર વિજય મેળવ્યો હતો.

Exit mobile version