જો કે, મોર્ગનને પિચ તરફથી કોઈ ફરિયાદ નથી…
ભારત સામેની બીજી ટી -20 મેચમાં હાર બાદ ઇંગ્લેન્ડની ટીમના કેપ્ટન ઇઓન મોર્ગને સ્વીકાર્યું હતું કે, યજમાન ટીમે મેચની શરૂઆતથી જ તેને બેકફૂટ પર રાખ્યો હતો.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ભારતે ઇંગ્લેન્ડે આપેલા 164 રનના લક્ષ્યાંકને 18 ઓવરમાં એક બોલ બાકી રાખીને 7 વિકેટથી જીત મેળવી હતી.
મેચ બાદ ઇંગ્લિશ કેપ્ટને કહ્યું કે, “અમે સંભવત બરાબર અને આસપાસ હતા, પરંતુ ભારતે સારી બોલિંગ કરી હતી અને પિચ આજે થોડી ફાસ્ટ બોલરો માટે ન હતી. તેમણે અમને શરૂઆતથી જ બેકફૂટ પર રાખ્યા હતા અને બોલની ગતિ તમામ ખેલાડીઓ માટે એક શરખી રાખી હતી.
જો કે, મોર્ગનને પિચ તરફથી કોઈ ફરિયાદ નથી. તેણે કહ્યું, “હું ખુશ છું કે અમે આ વિકેટ પર સારું રમ્યા પરંતુ આપણે જે રીતે રમીએ છીએ તેમાં થોડી નિરાશા છે. આંકડા મુજબ રનનો પીછો કરવો હંમેશાં વધારે ફાયદાકારક હોય છે અને અમે પ્રથમ 10 ઓવરમાં તેમની સામે હુમલો કરી શકી નહીં.”
ત્રીજી ટી -20 મેચ પહેલા ઇંગ્લિશ કેપ્ટનએ કહ્યું, “અમારા ટોચના બેટ્સમેન હંમેશા આક્રમક રીતે રમવાનો પ્રયાસ કરે છે અને પ્રક્રિયા ચાલુ રાખે છે. અમે પ્રેક્ટિસ કરીશું અને આગળની મેચ લાલ માટી પર છે અને તેમાં વધુ વળાંક આવશે.”

