ભારત સામેની ત્રણ મેચની ટી-20 શ્રેણીની પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોએ ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું છે. પ્રથમ બેટિંગ કરતા આફ્રિકાની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે 106 રન જ બનાવી શકી હતી.
કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી અને ભારતીય બોલરોએ તેમના નિર્ણયને યોગ્ય ઠેરવતા દક્ષિણ આફ્રિકાના છ બેટ્સમેનોને 42 રનમાં પેવેલિયન મોકલી દીધો.
ચહરે સુકાની ટેમ્બા બાવુમા અને ટ્રસ્ટિન સ્ટબ્સને શૂન્ય પર આઉટ કર્યા, જ્યારે અર્શદીપે ક્વિન્ટન ડી કોક, રિલે રુસો અને ડેવિડ મિલરને અનુક્રમે એક, શૂન્ય, શૂન્ય પર પેવેલિયન પરત કર્યા.
જો કે આ દરમિયાન ડેવિડ મિલરે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સતત 91 ઇનિંગ્સ રમ્યા બાદ તે પ્રથમ વખત ગોલ્ડન ડક પર આઉટ થયો છે. આ યાદીમાં પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ બીજા નંબર પર છે, જે સતત 84 મેચમાં ક્યારેય ગોલ્ડન ડક આઉટ થયો નથી. ત્રીજા નંબર પર ન્યૂઝીલેન્ડનો માર્ટિન ગુપ્ટિલ છે, જે સતત 69 ઈનિંગ્સ બાદ ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો હતો.