દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ વિકેટકીપર બેટ્સમેન એબી ડી વિલિયર્સે T20 વર્લ્ડ કપને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે.
દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ સુકાની એબી ડી વિલિયર્સે 1 જૂનથી અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાનાર વર્લ્ડ કપ માટે ચાર સેમીફાઈનલ ટીમની પસંદગી કરી છે. જો કે તેણે 2010 અને 2022 T20 વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમ ઈંગ્લેન્ડને આ ટીમમાં સામેલ નથી કર્યું.
એબી ડી વિલિયર્સે રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમને ટી20 વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં જગ્યા અપાવી છે. ભારતીય ટીમ T20 વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ 5 જૂને આયર્લેન્ડ સામે રમશે. આ સિવાય તેણે પોતાની ટીમ સાઉથ આફ્રિકાને T20 વર્લ્ડ કપની સેમી ફાઇનલિસ્ટ ગણાવી છે. આ સાથે આ લિસ્ટમાં બાબર આઝમની આગેવાની હેઠળની પાકિસ્તાની ક્રિકેટ ટીમને સેમીફાઈનલની દાવેદાર ગણાવવામાં આવી છે. આ સાથે જ ડી વિલિયર્સે શોન માર્શની આગેવાની હેઠળની ઓસ્ટ્રેલિયાની ટીમને ચોથી ટીમ તરીકે પસંદ કરી છે.
એબી ડી વિલિયર્સે પોતાના દેશની ટીમ સાઉથ આફ્રિકાને આ વખતે સેમી ફાઇનલિસ્ટ ગણાવ્યું છે, જ્યારે દક્ષિણ આફ્રિકા માત્ર બે વખત જ સેમિફાઇનલમાં જગ્યા બનાવી શકી છે. દક્ષિણ આફ્રિકાએ 2009માં પ્રથમ વખત સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ પછી, તેણે 2014 T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. દક્ષિણ આફ્રિકાની ટીમ ICCની મોટી ટુર્નામેન્ટમાં હંમેશા ખરાબ પ્રદર્શન કરે છે.
Ab De Villiers picks his Top 4 Semifinalists of this T20 World Cup 2024: (News18).
– India.
– Australia.
– South Africa.
– Pakistan. pic.twitter.com/C8YIpn4zPI— Tanuj Singh (@ImTanujSingh) May 29, 2024