ICC ટી-20 વર્લ્ડ કપ 2021ની બીજી સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ખૂબ જ રોમાંચક મેચમાં પાકિસ્તાનની ટીમને 5 વિકેટે હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. મેચમાં પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને ઓપનર મોહમ્મદ રિઝવાન અને ફખર ઝમાનની અડધી સદીની મદદથી 4 વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 19 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી વોર્નર, વેડ અને સ્ટોઈનીસે જબરદસ્ત બેટિંગનું પ્રદર્શન કર્યું હતું.
લક્ષ્યનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ 19 ઓવરમાં 5 વિકેટે 177 રન બનાવ્યા અને મેચ જીતી લીધી. ઓસ્ટ્રેલિયા માટે સ્ટોઇનિસે 17 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી અણનમ 41 રન અને મેથ્યુ વેડે 17 બોલમાં 2 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી અણનમ 41 રન બનાવ્યા હતા. મેથ્યુ વેડને તેની ધમાકેદાર ઇનિંગ્સ માટે મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
આ મેચ સાથે પાકિસ્તાનની ટીમ ટી-20 રેન્કિંગમાં બીજાથી ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાની ટીમ રેન્કિંગમાં છઠ્ઠા સ્થાન પર છે. જ્યાં પાકિસ્તાનની ટીમ ઓસ્ટ્રેલિયા સામેની હારને કારણે ત્રીજા સ્થાને આવી ગઈ છે જ્યારે ટીમ ઈન્ડિયા ત્રીજા સ્થાનેથી બીજા સ્થાને આવી ગઈ છે.
ટી-20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે 14-14 મેચ રમાઈ હતી. પાકિસ્તાનની ટીમે આ મામલે ઓસ્ટ્રેલિયાને પાછળ છોડી દીધું છે અને હવે તે 15 હાર સાથે આ યાદીમાં ઓસ્ટ્રેલિયાથી ઉપર આવી ગઈ છે.

