T20 વર્લ્ડ કપ માટે લગભગ તમામ દેશોએ પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. 30 એપ્રિલે ભારતીય ક્રિકેટ બોર્ડે ટી20 વર્લ્ડ કપ માટે ખેલાડીઓની જાહેરાત પણ કરી હતી. વર્ષ 2022 બાદ ભારતીય ટીમ આ વર્ષે ફરી એકવાર રોહિત શર્માની કેપ્ટન્સીમાં T-20 વર્લ્ડ કપમાં ભાગ લેવા જઈ રહી છે. ટી-20 વર્લ્ડ કપમાં પણ ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે થવાનો છે. આ હાઈ વોલ્ટેજ મેચ પર તમામ ચાહકોની નજર છે.
પાકિસ્તાન ક્રિકેટ ટીમ પણ લાંબા સમયથી T20 વર્લ્ડ કપ જીતી શકી નથી. પાકિસ્તાને છેલ્લે 2009માં યુનિસ ખાનની કેપ્ટન્સીમાં ટી20 વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યારથી પાકિસ્તાન ટી20 વર્લ્ડ કપની ટ્રોફીની રાહ જોઈ રહ્યું છે. બાબર આઝમની કેપ્ટનશીપમાં પાકિસ્તાન ફરી એકવાર T20 વર્લ્ડ કપ જીતવાનો પ્રયાસ કરશે.
પાકિસ્તાને કદાચ T20 વર્લ્ડ કપ માટે ખેલાડીઓની જાહેરાત કરી નથી. પરંતુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે T-20 વર્લ્ડ કપને લઈને મોટી જાહેરાત કરી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે T-20 વર્લ્ડ કપનો ખિતાબ જીતવા બદલ પાકિસ્તાનની ટીમમાં સામેલ દરેક ખેલાડીને એક લાખ ડોલરનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. જો પાકિસ્તાની રૂપિયામાં એક લાખ ડોલરનો અર્થ જોવામાં આવે તો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા દરેક ખેલાડીને 2 કરોડ 77 લાખ રૂપિયા આપવામાં આવશે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે દરેક ખેલાડીને 2 કરોડ 77 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. એટલે કે જો ભારતીય રૂપિયાની વાત કરીએ તો દરેક ખેલાડીને 83 લાખ રૂપિયા મળશે.
આ પ્રસંગે પીસીબી ચીફ મોહસીન નકવીએ કહ્યું કે ટ્રોફી ઉપાડવાની સરખામણીમાં ઈનામની રકમનું કોઈ મહત્વ નથી, અને આશા વ્યક્ત કરી કે ટીમ પાકિસ્તાનનો ધ્વજ ફરકાવશે.
PCBએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું કે PCB અધ્યક્ષ મોહસિન નકવીએ T20 વર્લ્ડ કપ જીતવા બદલ દરેક ખેલાડી માટે $100,000નું ઇનામ જાહેર કર્યું છે.