T-20

ઈંગ્લેન્ડે T20 વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરી; આર્ચર-જેસન થયો બહાર

ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયામાં 16 ઓક્ટોબરથી શરૂ થતા આગામી ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2022 માટે તેમની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ટીમના ઝડપી બોલર જોફ્રા આર્ચરને સ્થાન મળ્યું નથી.

તે ઈજાના કારણે લાંબા સમયથી ટીમની બહાર છે.પોતાની રાષ્ટ્રીય ટીમ અને ધ હન્ડ્રેડમાં ખરાબ પ્રદર્શન કરી રહેલો જેસન રોય 15 સભ્યોની ટીમનો ભાગ નથી. ઇંગ્લેન્ડે ફિલ સોલ્ટને પસંદ કર્યો છે, જેણે આ વર્ષની શરૂઆતમાં T20I ડેબ્યૂ કર્યું હતું. 2021 માં સંયુક્ત આરબ અમીરાતમાં T20 વર્લ્ડ કપની છેલ્લી આવૃત્તિથી, રોય 11 T20I માં રમ્યો છે, જેમાં તેણે 206 રન બનાવ્યા છે.

T20 વર્લ્ડ કપ માટે ઈંગ્લેન્ડની ટીમ:
જોસ બટલર (કેપ્ટન), મોઈન અલી, જોનાથન બેરસ્ટો, હેરી બ્રુક, સેમ કુરાન, ક્રિસ જોર્ડન, લિયામ લિવિંગસ્ટોન, ડેવિડ મલાન, આદિલ રાશિદ, ફિલ સોલ્ટ, બેન સ્ટોક્સ, રીસ ટોપલી, ડેવિડ વિલી, ક્રિસ વોક્સ, માર્ક વુડ.

Exit mobile version