T-20

વર્લ્ડ કપમાં હાર બાદ પણ પાકિસ્તાનને થયો મોટો ફાયદો, આ મામલે પોતાનું વર્ચસ્વ જમાવ્યું

તાજેતરમાં પૂરા થયેલા ટી-20 વર્લ્ડ કપ પછી પહેલીવાર ICCએ ટી-20 રેન્કિંગ જાહેર કર્યું છે. ટી-20 વર્લ્ડ કપમાં રન બનાવનાર બેટ્સમેનોને ઈનામ મળ્યા છે અને તેઓ રેન્કિંગમાં આગળ નીકળી ગયા છે. જો કે આ ખેલાડીઓમાં કોઈ ભારતીયનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

બેટ્સમેનોની રેન્કિંગમાં ટોચના ત્રણ બેટ્સમેનોમાં કોઈ ફેરફાર થયો નથી. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ 839 રેટિંગ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. ઈંગ્લેન્ડનો ડેવિડ મલાન બીજા અને એડન માર્કરામ ત્રીજા ક્રમે છે. ન્યૂઝીલેન્ડનો વિકેટકીપર બેટ્સમેન ડેવોન કોનવે હવે ચોથા સ્થાને છે, જે ત્રણ સ્થાનના છલાંગ સાથે અહીં પહોંચ્યો છે. કોનવેએ વર્લ્ડ કપમાં પોતાની ટીમ માટે શાનદાર રમત બતાવી હતી. સેમિફાઇનલમાં પાકિસ્તાન સામેની તેની ઇનિંગે ન્યૂઝીલેન્ડને જીત અપાવી હતી.

પાકિસ્તાનનો ઓપનર મોહમ્મદ રિઝવાન પાંચમા સ્થાને છે. તે ભારતીય બેટ્સમેન કેએલ રાહુલને પાછળ રાખીને ટોપ 5માં પહોંચી ગયો છે. રિઝવાને વર્લ્ડ કપમાં 6 મેચમાં 70.25ની એવરેજથી 281 રન બનાવ્યા અને તે મોટો મેચ વિનર સાબિત થયો.

ઓસ્ટ્રેલિયાનો ટી-20 કેપ્ટન એરોન ફિન્ચ ટી-20 વર્લ્ડ કપમાં કંઈ ખાસ કરી શક્યો નથી અને તેના કારણે તે ચોથા સ્થાનેથી સાતમા સ્થાને આવી ગયો છે.

 

Exit mobile version