T-20

પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર મુશ્તાક અહેમદનો દાવો, કહ્યું- ભારતના ડ્રેસિંગ રૂમમાં બધું બરાબર નથી

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ICC ટી-20 વર્લ્ડ કપ પહેલા જાહેરાત કરી હતી કે ટી-20 ટીમના કેપ્ટન તરીકે આ ટૂર્નામેન્ટ તેની છેલ્લી ટૂર્નામેન્ટ હશે. પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર મુશ્તાક અહેમદનું માનવું છે કે વિરાટનો નિર્ણય સૂચવે છે કે ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં બધુ બરાબર નથી.

સાથે જ મુશ્તાકે કહ્યું કે ટીમ ઈન્ડિયા સેમિફાઈનલમાં ન પહોંચી શકવાનું મોટું કારણ બાયો બબલ થાક છે. ટીમ ઈન્ડિયા પ્રથમ બે મેચમાં પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સામે હારીને ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.

મુશ્તાક અહેમદે કહ્યું, ‘જ્યારે સફળ કેપ્ટન કહે છે કે તે કેપ્ટનશિપ છોડવા માંગે છે, તો તેનો અર્થ એ છે કે ડ્રેસિંગ રૂમમાં બધુ બરાબર નથી. હું હાલમાં ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં બે જૂથો જોઈ રહ્યો છું. એક મુંબઈ અને બીજું દિલ્હી ગ્રુપ…’ કોહલીની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ ટી-20 વર્લ્ડ કપ 2021ની તેની છેલ્લી મેચ સોમવારે નામીબિયા સામે રમી હતી અને તેને નવ વિકેટે જીતી હતી. પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સામેની મેચ હાર્યા બાદ ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાન, સ્કોટલેન્ડ અને નામીબિયાને હરાવ્યું હતું.

51 વર્ષીય મુશ્તાક અહેમદે કહ્યું, ‘મને લાગે છે કે આઈપીએલના કારણે ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપમાં ફ્લોપ થઈ ગઈ. મને લાગે છે કે તેમના ખેલાડીઓ વર્લ્ડ કપ પહેલા લાંબા સમય સુધી બાયો બબલમાં રહેવાથી કંટાળી ગયા હતા.

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઈન્ઝમામ ઉલ હકે પણ કહ્યું છે કે ટી20 વર્લ્ડ કપ 2021 દરમિયાન ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ થાકેલા દેખાતા હતા.

Exit mobile version