T-20

ગૌતમ ગંભીરે ધોનીના કર્યા વખાણ, કહ્યું – માહીનો અનુભવ ટીમ ઇન્ડિયા માટે ઉપયોગી થશે

ભારત રવિવારે ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. ભારતીય ચાહકો આ વર્ષે વિરાટ કોહલી એન્ડ કંપનીને ટ્રોફી ઉતારતા જોવા માંગે છે. ટીમ ઈન્ડિયાના ઘણા ખેલાડીઓ પણ ફોર્મમાં છે અને આનાથી વધુ સારી તક ટીમ માટે હોઈ શકે નહીં. તે જ સમયે, આ વર્ષે ટીમ સાથે સૌથી સારી બાબત એ છે કે પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની મેન્ટર તરીકે ટીમ સાથે હાજર છે. ટીમ ઈન્ડિયાએ ધોનીની કેપ્ટનશીપમાં આઈસીસીની ત્રણ ટ્રોફી ઉપાડી છે.

પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે પણ ધોનીના વખાણ કર્યા છે. તેમનું માનવું છે કે ધોનીના ડ્રેસિંગ રૂમમાં રહેવાથી ટીમને ઘણો ફાયદો થશે. ગંભીરે કહ્યું કે ધોની પાસે ટ્રોફી જીતવાનો અનુભવ છે અને તે ટીમ ઇન્ડિયા માટે દબાણની પરિસ્થિતિમાં કામમાં આવશે. ધોનીએ 2007માં પ્રથમ ટી-20 વર્લ્ડ કપમાં ભારતને ચેમ્પિયન બનાવ્યું હતું.

એક ટીવી શો દરમિયાન ગંભીરે કહ્યું – ધોની પ્રથમ વખત વર્લ્ડ કપ રમી રહેલા ખેલાડીઓને પોતાનો અનુભવ કહી શકે છે. આ અત્યંત મહત્વનું રહેશે. વર્લ્ડ કપ રમવું અને IPL રમવું એ બે અલગ અલગ બાબતો છે. તેથી જ નવા ખેલાડીઓને એવા કોઈની જરૂર છે જે પહેલા વર્લ્ડ કપમાં રમી ચૂક્યો હોય. નવા ખેલાડીઓને કોણ સાચી વાત કહી શકે. ધોની આ જ અનુભવ નવા ખેલાડીઓને જણાવશે.

ધોનીએ તાજેતરમાં આઈપીએલમાં ચોથી વખત ચેમ્પિયન બનવા માટે તેની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સને મદદ કરી હતી. આ પછી, 40 વર્ષીય ધોની ટીમ ઇન્ડિયામાં મેન્ટર તરીકે જોડાયો છે. તે આ પદ માટે BCCI પાસેથી કોઈ ફી પણ નથી લઈ રહ્યો. તે ઇંગ્લેન્ડ સામેની પ્રેક્ટિસ મેચ દરમિયાન ડ્રેસિંગ રૂમમાં પણ જોવા મળ્યો હતો.

Exit mobile version