T-20

હાર્દિક પંડ્યા: ‘છેલ્લી ઓવરમાં 15 રનની જરૂરત હોત, તો પણ બનાવી નાખત’

ભારતીય ટીમના વિસ્ફોટક બેટ્સમેન અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ કહ્યું કે એશિયા કપ 2022માં રવિવારે પાકિસ્તાન સામે સિક્સર ફટકાર્યા બાદ ટીમને છેલ્લી ઓવરમાં 15 રનની જરૂર હોય તો પણ તે સફળતાપૂર્વક લક્ષ્ય સુધી પહોંચી શક્યો હોત. બોલ સાથે ત્રણ વિકેટ લીધા બાદ મેન ઓફ ધ મેચ જાહેર કરાયેલા પંડ્યાએ 33(17) રન બનાવ્યા હતા. બોલ મારી તાકાત છે. તમારે તેનો યોગ્ય ઉપયોગ કરવો પડશે અને બેટ્સમેનને ભૂલો કરાવવી પડશે.”

“આ પ્રકારના ચેઝમાં તમે હંમેશા ઓવર-બાય ઓવર પ્લાન કરો છો. મને ખબર હતી કે હજુ એક યુવા બોલર અને એક ડાબોડી સ્પિનર ​​બાકી છે. અમને છેલ્લી ઓવરમાં માત્ર સાત રનની જરૂર હતી પરંતુ જો 15 રન જોઈએ તો પણ, મારા માટે હું સફળતાપૂર્વક ધ્યેય હાંસલ કરી શક્યો હોત.”

પાકિસ્તાને ભારતને 20 ઓવરમાં 148 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને રોહિત શર્માની ટીમે પાંચ વિકેટના નુકસાને હાંસલ કરી લીધો હતો. પંડ્યા જ્યારે ક્રિઝ પર આવ્યો ત્યારે ભારતે 14.2 ઓવરમાં 89 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ પંડ્યાએ 194.12ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી અને 19.4 ઓવરમાં ટીમને જીત અપાવી.

Exit mobile version