T-20

ભારતીય કેપ્ટન તરીકે હરમનપ્રીત કૌર T20Iમાં તોડ્યો વિરાટ કોહલી રેકોર્ડ

ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમની જેમ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ જ સારું પ્રદર્શન કરી રહી છે. જોકે, તાજેતરમાં કોમનવેલ્થ 2022માં ભારતની મહિલા ક્રિકેટ ટીમને ઓસ્ટ્રેલિયા સામેની ફાઈનલ મેચમાં 9 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

ઓસ્ટ્રેલિયાના હાથે હાર બાદ ભારતીય ટીમના હાથમાંથી સોનું ગયું અને ટીમ ઈન્ડિયાને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો.

ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ફાઈનલ મેચમાં 161 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 152 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય મહિલા ટીમ આ મેચ 9 રને હારી ગઈ હતી. આ મેચમાં ભલે ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ ટીમ ઈન્ડિયાના કેપ્ટન હરમનપ્રીત સિંહે આ મેચમાં 65 રનની ઈનિંગ રમીને એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો અને વિરાટ કોહલીનો રેકોર્ડ તોડી નાખ્યો.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં કેપ્ટન તરીકે ભારત માટે સૌથી વધુ રન બનાવનારી ખેલાડી બની ગઈ છે. હરમનપ્રીતનું નામ ટી20 ક્રિકેટમાં કેપ્ટન તરીકે 1618માં નોંધાયેલું છે. તેણે 74 મેચમાં આ રન બનાવ્યા છે. જ્યારે વિરાટ કોહલીએ કેપ્ટન તરીકે આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં 1570 રન બનાવ્યા છે. હરમનપ્રીત કૌરે વિરાટ કોહલીનો આ રેકોર્ડ તોડી નાખ્યો છે અને તે બીજા સ્થાને પહોંચી ગઈ છે. આ સાથે જ રોહિત શર્મા 1161 રન સાથે ત્રીજા નંબર પર છે.

Exit mobile version