T-20 વર્લ્ડ કપ 2024 1 જૂનથી શરૂ થશે. અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં યોજાનારી આ ટુર્નામેન્ટમાં વિશ્વની 20 ટીમો પ્રથમ વખત ભાગ લઈ રહી છે. વિશ્વ T20ની સેમી ફાઇનલમાં કઈ ટીમ પહોંચશે તે અંગે ઘણા દિગ્ગજ ક્રિકેટરોએ પોતાની આગાહીઓ કરી છે.
હવે આ લિસ્ટમાં ઈયાન બિશપનું નામ પણ સામેલ થઈ ગયું છે. વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ક્રિકેટરે સેમીફાઈનલમાં પહોંચનારી ટીમોને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે.
પૂર્વ ક્રિકેટર ઈયાન બિશપના મતે વેસ્ટ ઈન્ડિઝ, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ભારત અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં યોજાનાર ટી-20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં પહોંચવામાં સફળ રહેશે. ઈયાન બિશપે પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડને સેમીફાઈનલના દાવેદાર તરીકે ગણ્યા નથી.
યજમાન હોવાના કારણે વેસ્ટ ઈન્ડિઝની ટીમ ટૂર્નામેન્ટની પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. રોવમેન પોવેલની કેપ્ટનશીપવાળી આ ટીમ આશ્ચર્યચકિત કરી શકે છે. વેસ્ટ ઈન્ડિઝના ગ્રુપમાં યુગાન્ડા, પાપુઆ ન્યુ ગીની, ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમો સામેલ છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ બે વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતી ચૂકી છે. જ્યારે ભારત, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની ટીમોએ એક-એક વખત ખિતાબ કબજે કર્યો છે.
ભારતીય ટીમ T-20 વર્લ્ડ કપમાં તેની પ્રથમ મેચ 05 જૂને રમશે. ભારતની પ્રથમ મેચ આયર્લેન્ડ સામે છે.