T-20

ICC રેન્કિંગઃ T20માં ભારત નંબર વન, જાણો કઈ ટીમ છે વનડે અને ટેસ્ટમાં નંબર વન

આઈસીસી દ્વારા બુધવારે જાહેર કરવામાં આવેલી વાર્ષિક રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાએ ફરી નંબર વનની ખુરશી મેળવી લીધી છે. ટેસ્ટ રેન્કિંગની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા 128 પોઈન્ટ સાથે નંબર વન પર છે જ્યારે ભારતીય ટીમ 119 પોઈન્ટ સાથે બીજા નંબર પર છે.

મે 2019 થી મે 2022 વચ્ચે રમાયેલી ટેસ્ટ શ્રેણીને આ રેન્કિંગમાં લેવામાં આવી છે. ઓસ્ટ્રેલિયાને પાકિસ્તાન સામેની શ્રેણી 1-0થી જીતવાનો ફાયદો છે. ન્યુઝીલેન્ડ 111 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે જ્યારે દક્ષિણ આફ્રિકા 110 પોઈન્ટ સાથે ચોથા ક્રમે છે.

ODI રેન્કિંગની વાત કરીએ તો ન્યૂઝીલેન્ડની ટીમ ટોપ પર યથાવત છે. ઈંગ્લેન્ડની ટીમ બીજા નંબર પર છે જ્યારે ઓસ્ટ્રેલિયા ત્રીજા નંબર પર છે. ભારતીય ટીમ આ યાદીમાં ચોથા નંબર પર છે. પાકિસ્તાન દક્ષિણ આફ્રિકાને પાછળ રાખીને 5માં સ્થાને પહોંચી ગયું છે. બાંગ્લાદેશ, શ્રીલંકા, વેસ્ટ ઈન્ડિઝ અને અફઘાનિસ્તાન અનુક્રમે 7માથી 10મા ક્રમે છે, જ્યારે આયર્લેન્ડ સ્કોટલેન્ડથી 11મા સ્થાને આવી ગયું છે.

ટી20 રેન્કિંગમાં ભારત ઈંગ્લેન્ડ પર પાંચ પોઈન્ટની લીડ સાથે નંબર વન પર યથાવત છે. ICC T20 વર્લ્ડ કપ સિવાય આ ફોર્મેટમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. આ ટીમ વર્લ્ડ કપમાં સેમીફાઈનલમાં પણ જગ્યા બનાવી શકી ન હતી. ત્યારબાદ ભારતે રોહિત શર્માની કપ્તાની હેઠળ ઘરઆંગણે T20I શ્રેણીમાં ન્યૂઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકાને હરાવ્યું હતું.

આ યાદીમાં ઈંગ્લેન્ડની ટીમ 265 રેટિંગ પોઈન્ટ સાથે બીજા નંબર પર છે જ્યારે પાકિસ્તાન ત્રીજા નંબર પર છે.સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને પાછળ છોડી દીધા છે. ન્યુઝીલેન્ડ છઠ્ઠા સ્થાને સરકી ગયું છે. બાંગ્લાદેશ અને શ્રીલંકા હવે અફઘાનિસ્તાનથી આગળ છે.

Exit mobile version