ICCએ બુધવારે તાજેતરની T20 રેન્કિંગ જાહેર કરી છે, જેમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. અફઘાનિસ્તાનના સ્ટાર લેગ સ્પિનર રાશિદ ખાને T20 બોલિંગ રેન્કિંગમાં જબરદસ્ત ફાયદો કર્યો છે અને ICC T20 ઈન્ટરનેશનલ બોલિંગ રેન્કિંગમાં તે નંબર વન બોલર બની ગયો છે.
રશીદ ખાને બુધવારે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) દ્વારા જાહેર કરવામાં આવેલી નવી રેન્કિંગમાં શ્રીલંકાના સ્પિનર વાનિન્દુ હસરંગાને પાછળ છોડી દીધો છે. તેણે તાજેતરમાં જ તેની કેપ્ટનશીપમાં પાકિસ્તાનને T20 શ્રેણીમાં 2-1થી હરાવ્યું હતું. જેમાં તેણે 3 વિકેટ ઝડપી હતી. આ દરમિયાન રાશિદનો ઈકોનોમી રેટ શાનદાર હતો, હવે રેન્કિંગમાં રાશિદને આ પ્રદર્શનનો ફાયદો મળ્યો છે.
T20 રેન્કિંગની વાત કરીએ તો રાશિદ ખાનના 710 પોઈન્ટ્સ છે. બીજા નંબર પર રહેલા વનિન્દુ હસરંગા 695 પોઈન્ટ સાથે બીજા નંબરે સરકી ગયા છે. નવીનતમ T20 બોલિંગ રેન્કિંગમાં, ખાસ કરીને અફઘાનિસ્તાનના ત્રણ ખેલાડીઓ ટોપ-10માં સામેલ થયા છે.
ICC પુરુષોની T20 બોલિંગ રેન્કિંગમાં ટોચના પાંચ બોલરો:
રાશિદ ખાન, 702 રેટિંગ પોઈન્ટ
વનિન્દુ હસરંગા, 695 રેટિંગ પોઈન્ટ
જોશ હેઝલવુડ, 690 રેટિંગ પોઈન્ટ
આદિલ રશીદ, 684, રેટિંગ પોઈન્ટ
મુજીબ-ઉર રહેમાન, 681 રેટિંગ પોઈન્ટ
👑 A new No.1 👑
Afghanistan star rises to the top of the @mrfworldwide ICC Men's T20I bowling rankings after a brilliant series against Pakistan 👏
Details 👇 https://t.co/qDsBzuxoL2
— ICC (@ICC) March 29, 2023