T-20

ઈન્ડિઝની ટીકેટ નહીં તો શું થયું, રિંકુ સિંહ માટે આ સિરીઝની ટિકિટ કન્ફર્મ છે

pic- scroll

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની પસંદગી સમિતિએ એક વાત નક્કી કરી છે કે કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી હવે T20 ફોર્મેટમાં ભાગ્યે જ રમતા જોવા મળે છે. તાજેતરમાં, પસંદગી સમિતિએ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર પાંચ મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી.

આમાં તિલક વર્માને સ્થાન મળ્યું છે, પરંતુ રિંકુ સિંહનું નામ જોવા મળ્યું નથી. રિંકુ સિંહનું ટીમમાં ન હોવું ચાહકોને પસંદ નહોતું. જોકે પ્રશંસકોએ વધુ નિરાશ થવાની જરૂર નથી અને રિંકુ સિંહ ટૂંક સમયમાં જ ટીમ ઈન્ડિયા માટે T20 ફોર્મેટમાં ડેબ્યૂ કરી શકે છે. માનવામાં આવે છે કે રિંકુ સિંહ સહિત કેટલાક અન્ય યુવા ખેલાડીઓ આયર્લેન્ડ પ્રવાસ પર જશે.

ઈન્ડિયન એક્સપ્રેસના સમાચાર અનુસાર, BCCIના એક સૂત્રએ કહ્યું છે કે, ‘આઈપીએલમાં સારો દેખાવ કરનાર રિંકુ સિંહ અને અન્ય યુવા ખેલાડીઓ આયર્લેન્ડ જશે. પસંદગી સમિતિ તમામ ખેલાડીઓને એક તબક્કે અજમાવવા માંગતી નથી. ભારતીય વનડે ટીમમાં સાત ખેલાડીઓ એવા છે જેઓ ટી-20 રમશે નહીં કારણ કે તેમને ઓગસ્ટના અંતમાં રમાનારી એશિયા કપની તૈયારી કરવાની છે. આવી સ્થિતિમાં રિંકુ સિંહ અને ઋતુરાજ ગાયકવાડ જેવા ખેલાડીઓ આયર્લેન્ડ શ્રેણી માટે જશે. એશિયન ગેમ્સની લાઇન-અપ પણ તૈયાર હોવાથી પસંદગી સમિતિ ખેલાડીઓને વિવિધ તબક્કામાં અજમાવવા માંગે છે.

તાજેતરમાં, અજીત અગરકર પસંદગી સમિતિના નવા વડા બન્યા છે અને તે પછી જ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ભારતીય T20 ટીમની જાહેરાત કરવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે અજીત અગરકરની રણનીતિ શું છે અને તેના આવવાથી ટીમ ઈન્ડિયાને કેટલો ફાયદો થાય છે. અગરકરે ભારત માટે 26 ટેસ્ટ, 191 વનડે અને ચાર T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.

Exit mobile version