T-20

ટી-20માં મિશેલ સ્ટાર્કની પત્ની એલિસાએ ધોનીનો ‘અમૂલ્ય રેકોર્ડ’ તોડ્યો

એલિસાએ ટી 20 માં 148 ઇનિંગ રમીને મહિલા ક્રિકેટમાં સૌથી મોટો રેકોર્ડ તોડ્યો હતો…

 

તેમાં કોઈ શંકા નથી કે મહેન્દ્ર સિંહ ધોની ટી 20 અને વનડેનો રાજા છે. વનડેથી માંડીને ટી 20 આંતરરાષ્ટ્રીય સુધી તો ધોની બૂમ બધે જ છે. આ બંને ફોર્મેટમાં ધોનીના ડઝનેક રેકોર્ડ છે. પરંતુ લાગે છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ હવે ધોનીના રેકોર્ડ તોડવામાં આવી રહ્યા છે. ટી 20 આંતરરાષ્ટ્રીયમાં ધોનીનો સૌથી વધુ આઉટ કરવાન રેકોર્ડ તૂટી ગયો છે. વિશેષ વાત એ છે કે આ રેકોર્ડ કોઈ પુરુષ વિકેટકીપર દ્વારા તોડ્યો નથી પરંતુ એક મહિલા ક્રિકેટરે આ પરાક્રમ કર્યું છે.  તે એલિસા હેલી છે, જે ઓસ્ટ્રેલિયાના પ્રખ્યાત ફાસ્ટ બોલર મિશેલ મિશેલ સ્ટાર્કની પત્ની છે.

રેકોર્ડમાં ધોનીએ આંતરરાષ્ટ્રીય ટી 20 માં કુલ 91 શિકાર કરેલ છે. પરંતુ એલિસા હિલીએ બ્રિસ્બેન ગ્રાઉન્ડ પર ન્યુઝીલેન્ડ સામેની મેચમાં ધોનીનો આ રેકોર્ડ તોડ્યો હતો. તેણે આ મેચમાં બે શિકાર બનાવ્યા, પ્રથમ સ્ટમ્પિંગ અને બીજો કેચ. હવે એલિસા ટી -20 આંતરરાષ્ટ્રીયમાં કુલ 92 શિકાર છે. તેણે 114 મેચની 99 ઇનિંગ્સમાં 50 સ્ટમ્પિંગ્સ અને 42 કેચ લીધા છે. જ્યારે ધોનીએ 98 મેચની 97 ઇનિંગ્સમાં 91 શિકાર બનાવ્યા છે. જેમાં તેણે 34 સ્ટમ્પિંગ્સ અને 57 કેચ લીધા છે.

એલિસા હિલ્લી સુપ્રસિદ્ધ ઓસ્ટ્રેલિયન વિકેટકીપર ઇયાન હિલિની ભત્રીજી અને મિશેલ સ્ટાર્કની પત્ની છે. યા વર્ષે ઓક્ટોબરમાં એલિસાએ ટી 20 માં 148 ઇનિંગ રમીને મહિલા ક્રિકેટમાં સૌથી મોટો રેકોર્ડ તોડ્યો હતો. અત્યાર સુધીમાં તેણે ટી 20 આંતરરાષ્ટ્રીયમાં 2099 રન બનાવ્યા છે.

Exit mobile version