ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની T20 સીરીઝની પ્રથમ મેચ 27 જુલાઈના રોજ પલ્લેકેલે સ્ટેડિયમમાં રમાશે. પરંતુ બધાના મનમાં બસ એકજ સવાલ ઊભો થાય, કે- શું શ્રીલંકામાં વરસાદનો સાયો છે કે નહીં?
Accuweather.com મુજબ, 27 જુલાઈના રોજ પલ્લેકેલે મેદાન મોટાભાગે વાદળછાયું રહેશે. એટલું જ નહીં, એવો અંદાજ પણ લગાવવામાં આવ્યો છે કે ભારત-શ્રીલંકા મેચના દિવસે વરસાદ પડી શકે છે, જેની સંભાવના 25 ટકા છે. જો કે, સાંજે મેચ શરૂ થાય ત્યારે આવું થવાની શક્યતાઓ ઘણી ઓછી છે. આવી સ્થિતિમાં, ક્રિકેટ ચાહકો ઈચ્છશે કે વરસાદ રમતને બગાડે નહીં અને ચાહકોને સંપૂર્ણ રોમાંચક મેચ જોવા મળે.
એ પણ જાણી લો કે રોમાંચક ટીમ શ્રીલંકાને સિરીઝની શરૂઆત પહેલા જ બે મોટા આંચકાઓ લાગ્યા છે. ટીમના બે ઝડપી બોલર દુષ્મંથા ચમીરા અને નુવાન તુશારા ઈજાના કારણે T20 શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે. તેમની જગ્યાએ અસિથા ફર્નાન્ડો અને દિલશાન મદુશંકાને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
T20 શ્રેણી માટે ભારતીય ટીમ:
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રિંકુ સિંહ, રિયાન પરાગ, ઋષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નો, રવિબેન અર્શદીપ સિંહ, ખલીલ અહેમદ અને મોહમ્મદ સિરાજ.
ટી-20 મેચોનું સમયપત્ર:
27 જુલાઇ- પ્રથમ T20 મેચ, પલ્લેકેલે ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ
28 જુલાઇ- બીજી T20 મેચ, પલ્લેકેલે ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ
30 જુલાઇ- ત્રીજી T20 મેચ, પલ્લેકેલે ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ