ભારતે બાંગ્લાદેશને હરાવીને ત્રીજી વખત બ્લાઈન્ડ T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો. ભારતીય ટીમે ટાઈટલ મેચમાં બાંગ્લાદેશને 120 રને હરાવ્યું હતું. બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 2 વિકેટ ગુમાવીને 277 રન બનાવ્યા હતા.
જવાબમાં બાંગ્લાદેશની ટીમ 3 વિકેટે 157 રન જ બનાવી શકી હતી. ભારતે ઈતિહાસ રચ્યો અને ત્રીજી વખત આ ટ્રોફી જીતી.
ભારતે આ પહેલા 2012, 2017 અને 2022માં ફરી આ ખિતાબ જીત્યો છે. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે સુનીલ રમેશ (અણનમ 136) અને અજય કુમાર રેડ્ડીની (100) સદીની મદદથી 277 રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશ 20 ઓવરમાં 157 રન જ બનાવી શકી હતી.
મેન ઓફ ધ મેચનો એવોર્ડ મેળવનાર સુનીલે ટૂર્નામેન્ટમાં સતત ત્રીજી સદી ફટકારીને 63 બોલમાં 24 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 136 રન બનાવ્યા હતા, જ્યારે કેપ્ટન અજયે 50 બોલમાં 18 ચોગ્ગાની મદદથી 100 રન બનાવ્યા હતા.
ટાર્ગેટનો પીછો કરતા બાંગ્લાદેશ માટે ઓપનર સલમાને 66 બોલમાં 77 રન બનાવ્યા હતા, જોકે તેને કોઈ સપોર્ટ મળ્યો નહોતો. ભારતે ત્રીજી વખત અંધજનો માટે T20 વર્લ્ડ કપ જીત્યો છે, જ્યારે આ પહેલા ટીમે 2012 અને 2017માં પણ ટાઈટલ જીત્યું હતું.
India won the T20 World Cup 2022 for blind.
Team India won the 3rd T20 World Cup for the blind:
1st in 2012.
2nd in 2017.
Now, 3rd in 2022.India 🇮🇳… India 🇮🇳… pic.twitter.com/esn9j0A6gR
— Anshul Saxena (@AskAnshul) December 17, 2022