T-20

ટી-20 વર્લ્ડ કપ પહેલા ભારત-પાકિસ્તાન વચ્ચે રમાશે મેચ, આ દિવસે થશે ટક્કર!

એશિયા કપની યજમાનીને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, આગામી મહિનાથી શ્રીલંકામાં યોજાનારી ઈવેન્ટને લઈને બોર્ડ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

બીસીસીઆઈ દ્વારા તેની ઈવેન્ટને લીલી ઝંડી આપી દેવામાં આવી છે. યજમાન શ્રીલંકા ઉપરાંત ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનની ટીમો ભાગ લેશે. આ ઉપરાંત UAE, નેપાળ, હોંગકોંગ અને ઓમાનની ટીમો પણ ક્વોલિફાયરમાં ભાગ લેશે.

શ્રીલંકાના મીડિયા અનુસાર એશિયા કપનું આયોજન 27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી થવાનું છે. આ પહેલા ક્વોલિફાયર મેચો રમાશે જેમાં UAE, નેપાળ, હોંગકોંગ અને ઓમાનની ટીમો રમશે. સૌથી મહત્વની મેચ જેના પર બધાની નજર રહેશે તે છે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ. આ મેચની તારીખ 28 ઓગસ્ટ જણાવવામાં આવી રહી છે.

ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા, ટૂર્નામેન્ટના મુખ્ય ડ્રોમાં સ્થાન મેળવવા માટે UAE, નેપાળ, હોંગકોંગ અને ઓમાનની ટીમો વચ્ચે ક્વોલિફાયર રમાશે. આ મેચોમાં કઇ ટીમ કોની અને ક્યારે ટકરાશે તે હજુ સુધી જાણી શકાયું નથી.

ટી-20 વર્લ્ડ કપ બાદ એશિયા કપ ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ મેચ હશે. બંને ટીમો પોતાની વચ્ચે કોઈ શ્રેણી રમી નથી. આ ટીમો વચ્ચેની સ્પર્ધા માત્ર બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં જ જોવા મળે છે. બંને ટીમો વચ્ચેની આ મેચની માહિતી 28 ઓગસ્ટ, રવિવારે સામે આવી છે.

Exit mobile version