T-20

ભારત-ઈન્ડિઝના ખેલાડીઓને હજુ સુધી વિઝા મળ્યા નથી, T20 મેચો પર ખતરો

ભારતીય ક્રિકેટ ટીમની યુએસમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની છેલ્લી બે T20 મેચો અનિશ્ચિતતાના વાદળોથી ઘેરાયેલી છે અને વિઝા સમસ્યાઓના કારણે, કેરેબિયન ક્રિકેટ બોર્ડ હવે તેની પોતાની ધરતી પર તેનું આયોજન કરવાનું વિચારી રહ્યું છે.

Cricbuzz.com ના અહેવાલ મુજબ, બંને ટીમોને યુએસ વિઝા મળ્યા નથી, જેના કારણે ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝે વૈકલ્પિક યોજના બનાવવી પડી છે. આ બંને મેચ 6 અને 7 ઓગસ્ટે અમેરિકાના ફ્લોરિડામાં યોજાવાની છે, પરંતુ અહેવાલો અનુસાર, ભારત અને વેસ્ટ ઈન્ડિઝની ટીમના ઘણા સભ્યોને અમેરિકાના વિઝા મળ્યા નથી.

એક સૂત્રએ જણાવ્યું હતું કે, “વિઝા સમસ્યાના ઉકેલ માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. આ મેચો વેસ્ટ ઈન્ડિઝમાં પણ યોજાઈ શકે છે. પ્રારંભિક માહિતી એવી છે કે વિઝા સેન્ટ કિટ્સમાં આપવામાં આવશે, જ્યાં ટીમો પહોંચી ગઈ છે. એવી સંભાવના છે કે ખેલાડીઓએ પ્રવાસ દસ્તાવેજો માટે ત્રિનિદાદ પાછા જવું પડશે, જ્યાંથી જો ક્લિયર થઈ જશે તો તેઓ યુએસ જશે.

Exit mobile version