વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં આયોજિત થનારી આગામી T20 વર્લ્ડ કપ માટે હવે માત્ર થોડા જ દિવસો બાકી છે. વર્લ્ડકપની તારીખ નજીક આવતી જોઈને ચાહકોમાં તેને લઈને ઉત્તેજના ઘણી વધી રહી છે.
વર્લ્ડ કપની શરૂઆત પહેલા જ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે કઈ ટીમ ટૂર્નામેન્ટની સેમિફાઈનલમાં પોતાનું સ્થાન બનાવશે. ચાહકો અને ક્રિકેટરોએ અત્યારથી જ પોતાની મનપસંદ ચાર ટીમો પસંદ કરવાનું શરૂ કરી દીધું છે. આ દરમિયાન ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે પણ એક મોટી ભવિષ્યવાણી કરી અને જણાવ્યું કે આગામી મેન્સ T20 વર્લ્ડ કપમાં કઈ 4 ટીમો સેમિફાઈનલમાં પહોંચશે.
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ સાથે વાત કરતા ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પહોંચનારી ટીમો વિશે ભવિષ્યવાણી કરી છે. હરમનપ્રીત કૌરે જે ચાર ટીમો પસંદ કરી છે. જેમાં ભારત, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે.
હરમનપ્રીત કૌરે જે ચાર ટીમો પસંદ કરી છે. આ તમામ વર્લ્ડ કપ ક્રિકેટની દિગ્ગજ ટીમો છે. ચારેય ટીમોનું પ્રદર્શન પણ છેલ્લા કેટલાક સમયથી શાનદાર રહ્યું છે. ભારતની વાત કરીએ તો રોહિત શર્માની કપ્તાનીમાં આવવા માટે તૈયાર રહેલી ટીમ છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે.
હરમને ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ પર પણ મોટો દાવ લગાવ્યો છે. ગત સિઝનની T20 વર્લ્ડ ચેમ્પિયન આ વખતે તેના ટાઇટલને બચાવવા મેદાનમાં ઉતરશે. ઈંગ્લેન્ડ કેમ્પમાં ઘણા મજબૂત ખેલાડીઓ છે જેઓ એકલા હાથે ટીમને જીત તરફ લઈ જઈ શકે છે.
