T-20

એશિયા કપ માટે ભારતીય ટીમની એલાન, માત્ર ત્રણ ફાસ્ટ બોલર સામેલ

BCCI એ એશિયા કપ 2022 માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી, કેએલ રાહુલની વાપસી થઈ છે.

મુખ્ય પસંદગીકાર ચેતન શર્માના નેતૃત્વ હેઠળની પસંદગી સમિતિએ મુંબઈમાં યોજાયેલી બેઠકમાં 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી છે. એવી આશા હતી કે વિરાટ કોહલી કેએલ રાહુલ એશિયા કપમાં ટીમ ઈન્ડિયાનો હિસ્સો હશે, એવું જ થયું. મોટા સમાચાર એ છે કે ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બોલર જસપ્રીત બુમરાહ ઈજાના કારણે ટીમની બહાર થઈ ગયો છે.

તમને જણાવી દઈએ કે બીસીસીઆઈએ ટ્વીટ કરીને જાણકારી આપી છે કે જસપ્રીત બુમરાહ અને હર્ષલ પટેલ ઈજાના કારણે પસંદગી માટે ઉપલબ્ધ નથી. હાલમાં તે બેંગ્લોરમાં સ્થિત NCAમાં રિહેબમાં છે. ત્રણ ખેલાડીઓ શ્રેયસ અય્યર, અક્ષર પટેલ, દીપક ચહરને સ્ટેન્ડબાય તરીકે રાખવામાં આવ્યા છે.

એશિયા કપ 2022માં વિરાટ કોહલી કેએલ રાહુલની વાપસીથી ટીમ ઈન્ડિયાની બેટિંગ મજબૂત થશે. જેના કારણે રોહિત શર્માને મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે. બોલિંગમાં જસપ્રીત બુમરાહને બાકાત રાખવાને કારણે ટીમ ઈન્ડિયાની બોલિંગ પર અસર થઈ શકે છે. જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં ભુવનેશ્વર કુમારે વધારાની જવાબદારી લેવી પડશે.

ભારતીય ટીમ એશિયા કપ 2022: રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, દીપક હુડા, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, આર. અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, અવેશ ખાન.

Exit mobile version