T-20

ટી-20 માં પણ ભારતનો દબદબો, જુવો આવા છે ભારત-ઇંગ્લૈંડ વચ્ચેના રેકોર્ડ્સ

છેલ્લે વખત 2018 માં ઈંગ્લેન્ડ સામે ટી 20 સીરીઝ રમ્યું હતું…

 

ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ જીત્યા બાદ હવે ભારતીય ટીમની નજર ટી-20 સીરીઝ પર છે. તમને જણાવી દઈએ કે, 5 મેચની ટી 20 શ્રેણી 12 માર્ચથી શરૂ થશે અને શ્રેણીના તમામ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમવાના છે. આ વર્ષે યોજાનારા ટી -20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમ માટે આ શ્રેણી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ટી 20 વર્લ્ડ કપ ભારતમાં ઓક્ટોબર-નવેમ્બરમાં રમવાનો છે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં 14 ટી -20 મેચ (2007-2018) રમવામાં આવી છે. તેમાંથી ભારતે 7 અને ઇંગ્લેન્ડે પણ આટલી જ મેચ જીતી છે. ઇંગ્લેન્ડ સામે છેલ્લી 5 ટી -20 મેચોમાં ભારતે 4 મેચ જીતી છે, જ્યારે એકમાં તે હાર્યું છે. છેલ્લે વખત 2018 માં ઈંગ્લેન્ડ સામે ટી 20 સીરીઝ રમ્યું હતું. ભારતે 3 મેચની શ્રેણી 2-1થી જીતી હતી.

2017 માં ત્રણ મેચની ઘરેલું ટી 20 શ્રેણી પણ ભારત 2-1થી જીતી હતી. કાનપુરમાં રમાયેલી પ્રથમ મેચમાં ભારત 7 વિકેટથી હારી ગયું હતું. આ પછી ભારતે નાગુપર ટી 20 માં ઇંગ્લેન્ડને 5 રને હરાવી 1-1થી બરાબરી કરી લીધી. બેંગલોરની છેલ્લી મેચ ભારત દ્વારા 75 રને જીતી હતી. મેન ઓફ ધ સિરીઝ યુઝવેન્દ્ર ચહલે છેલ્લી મેચમાં છ વિકેટ ઝડપી હતી.

ટી 20 શ્રેણી માટે ભારતીય ટીમ –

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (ઉપ-કેપ્ટન), કેએલ રાહુલ, શિખર ધવન, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રીષભ પંત (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), યુઝવેન્દ્ર ચહલ, વરૂણ ચક્રવર્તી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રાહુલ તેવતીયા, ટી. નટરાજન, ભુવનેશ્વર કુમાર, દિપક ચહર, નવદીપ સૈની, શાર્દુલ ઠાકુર

Exit mobile version