T-20

મહિલા T20 વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાન સામે ભારતની પ્રથમ મેચ, જાણો શેડ્યૂલ

ભારત 12 ફેબ્રુઆરીએ કેપટાઉનમાં 2023 મહિલા T20 વર્લ્ડ કપમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે તેમના અભિયાનની શરૂઆત કરશે. આઈસીસીએ વર્લ્ડ કપની આઠમી સિઝનના શેડ્યૂલની જાહેરાત કરી હતી.

દક્ષિણ આફ્રિકામાં 10 થી 26 ફેબ્રુઆરી દરમિયાન યોજાનારી ટુર્નામેન્ટમાં ભારતને ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, પાકિસ્તાન અને ક્વોલિફાયર આયર્લેન્ડની સાથે ગ્રુપ ટુમાં રાખવામાં આવ્યું છે.

ભારતની બીજી મેચ પણ વેસ્ટ ઈન્ડિઝ સામે 15 ફેબ્રુઆરીએ કેપટાઉનમાં છે. આ પછી ટીમ ઈન્ડિયાનો મુકાબલો 18 અને 20 ફેબ્રુઆરીએ ગકબેરહામાં ઈંગ્લેન્ડ અને આયર્લેન્ડ સામે થવાનો છે.

10 ફેબ્રુઆરીએ કેપટાઉનમાં વર્લ્ડ કપની પ્રથમ મેચમાં યજમાન દક્ષિણ આફ્રિકાનો મુકાબલો શ્રીલંકા સામે થશે. ટૂર્નામેન્ટની ફાઈનલ પણ 26 ફેબ્રુઆરીએ કેપટાઉનમાં યોજાશે. ટુર્નામેન્ટમાં અનામત દિવસોની જોગવાઈ હશે જેમાં કોઈપણ મેચમાં વિક્ષેપ પડે તો બીજા દિવસે રમાશે. કેપટાઉન, પાર્લ અને ગકબરાહ ટૂર્નામેન્ટની મેચોનું આયોજન કરશે. ટૂર્નામેન્ટની તમામ નોકઆઉટ મેચો કેપટાઉનમાં રમાશે.

ટુર્નામેન્ટમાં ભાગ લેનારી 10 ટીમોમાં ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ભારત, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝ ઉપરાંત બાંગ્લાદેશ અને આયર્લેન્ડનો સમાવેશ થાય છે.

તેમની વચ્ચે કુલ 23 મેચ રમાશે. પાંચ વખતની વિજેતા અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને ગ્રુપ Aમાં ન્યૂઝીલેન્ડ, યજમાન દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા અને બાંગ્લાદેશ સાથે રાખવામાં આવ્યા છે. દરેક ટીમ ગ્રુપ સ્ટેજમાં ચાર-ચાર મેચ રમશે અને બંને ગ્રુપમાંથી ટોચની બે ટીમ સેમીફાઈનલ માટે ક્વોલિફાય થશે.

Exit mobile version