T-20

દક્ષિણ આફ્રિકા સામેની ભારતની પ્રથમ ટી-20 મેચ 10 ડિસેમ્બરથી શરૂ

pic- the indian express

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCIએ ટીમ ઈન્ડિયાના દક્ષિણ આફ્રિકા પ્રવાસની જાહેરાત કરી દીધી છે. BCCIએ ક્રિકેટ સાઉથ આફ્રિકા સાથે મળીને ત્રણેય ફોર્મેટની શ્રેણીની જાહેરાત કરી છે.

આ સિરીઝ આ વર્ષે ડિસેમ્બરમાં શરૂ થશે અને જાન્યુઆરી 2024 સુધી રમાશે. બંને દેશો વચ્ચે ત્રણેય ફોર્મેટની શ્રેણી 10 ડિસેમ્બરથી શરૂ થશે. આ પ્રવાસનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે.

ભારતીય ટીમનો દક્ષિણ આફ્રિકા પ્રવાસ લગભગ એક મહિનાનો હશે, જ્યાં ત્રણેય ફોર્મેટની શ્રેણી રમાશે. પ્રવાસની શરૂઆત 3-મેચની T20I શ્રેણી સાથે થશે.

T20 શ્રેણીનો કાર્યક્રમ:
પ્રથમ T20 મેચ – 10 ડિસેમ્બરે ડરબનમાં
બીજી T20 મેચ – 12 ડિસેમ્બરે ગાકેબરહા ખાતે
ત્રીજી T20 મેચ – 14 ડિસેમ્બરે જોહાનિસબર્ગમાં

Exit mobile version