ઈંગ્લેન્ડ અને ટીમ ઈન્ડિયા વચ્ચે સાઉથમ્પટનના રોઝ બાઉલમાં પ્રથમ T20 મેચ રમાઈ હતી. રોહિત શર્માના નેતૃત્વમાં પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામે 199 રનનો વિશાળ લક્ષ્યાંક રાખ્યો હતો.
જેનો પીછો કરતા ઈંગ્લેન્ડની ટીમ 3 બોલ બાકી રહેતા 148 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારતે આ મેચ 50 રને જીતીને શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. સાથે જ આ જીત ભારત માટે ખાસ છે. કારણ કે ટીમના યુવા ખેલાડીઓએ ઈંગ્લેન્ડની સંપૂર્ણ તાકાતવાળી ટીમને પરાજય આપ્યો છે.
ભારતીય બેટ્સમેનોએ સમગ્ર ઇનિંગ દરમિયાન ઇંગ્લેન્ડના બોલિંગ આક્રમણ પર દબાણ બનાવી રાખ્યું હતું. પરંતુ ઇંગ્લેન્ડના સ્ટાર બોલર ક્રિસ જોર્ડન સામે ભારતીય બેટ્સમેનોનું બેટ પણ શાંત દેખાતું હતું. તેણે પ્રથમ મેચમાં બે વિકેટ લીધી અને ટી20 ઈન્ટરનેશનલમાં ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ બન્યો.
તેના ચાર ઓવરના સ્પેલમાં તેણે દીપક હુડા અને સૂર્યકુમાર યાદવને આઉટ કરીને ભારતની 200થી વધુ સ્કોર કરવાની તકો ઓછી કરી. તેણે માત્ર 23 રન આપ્યા અને બે અમૂલ્ય વિકેટ લીધી. આ બે વિકેટની મદદથી તે આદિલ રાશિદને પછાડીને રમતના સૌથી ટૂંકા ફોર્મેટમાં ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો.
T20I ઈતિહાસમાં ઈંગ્લેન્ડ માટે ક્રિસ જોર્ડને સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો.
.
.#IndvEng #ENGvIND #INDvsENG #T20I #T20WorldCup #Jordan pic.twitter.com/oyeyBxWo7h— Cricowl (@Cricowlofficial) July 8, 2022
33 વર્ષીય જોર્ડને 76 મેચમાં 82 વિકેટ ઝડપી છે જ્યારે રાશિદે 73 મેચમાં 81 વિકેટ ઝડપી છે. આ યાદીમાં ઈંગ્લેન્ડના વરિષ્ઠ બોલર સ્ટુઅર્ટ બ્રોડ 65 વિકેટ સાથે ત્રીજા નંબર પર છે.