ભારતીય ક્રિકેટ ટીમે એશિયા કપ 2022ની પોતાની પ્રથમ મેચમાં પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ બોલ અને બેટથી ભારતને રોમાંચક જીત અપાવી હતી.
હાર્દિકે મેચમાં પ્રથમ બોલિંગ કરતા 3 વિકેટ ઝડપી હતી અને ત્યારબાદ બેટિંગમાં 17 બોલમાં 33 રનની અણનમ ઇનિંગ રમી હતી. મેચ બાદ હાર્દિકે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે પાકિસ્તાન સામેની આ મેચ સિવાય અન્ય એક ફોટો શેર કર્યો છે, જે એશિયા કપ 2018માં પાકિસ્તાન સામે રમાયેલી મેચનો છે.
ભારતીય સ્ટાર ઓલરાઉન્ડરે આ પોસ્ટની સાથે કેપ્શનમાં લખ્યું, ‘આંચકો કરતાં પુનરાગમન મોટું છે.’ પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર મોહમ્મદ આમીરે પણ હાર્દિકની પોસ્ટ પર કોમેન્ટ કરી છે. આમિરની પ્રતિક્રિયા હવે ખૂબ વાયરલ થઈ રહી છે. હાર્દિકની પોસ્ટ પર કોમેન્ટ કરતાં પૂર્વ પાકિસ્તાની પેસરે લખ્યું, ‘ખૂબ સારી રીતે રમ્યો.’
Well played brother 👏 https://t.co/j9QPWe72fR
— Mohammad Amir (@iamamirofficial) August 29, 2022
તમને જણાવી દઈએ કે એશિયા કપ 2018માં પાકિસ્તાન સામેની મેચમાં હાર્દિકને ઈજા થઈ હતી. ત્યારબાદ તેને સ્ટ્રેચર પર મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો. હાર્દિકે હવે ચાર વર્ષ બાદ ફરી એક વખત પાકિસ્તાન સામે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં વાપસી કરી છે.
