T-20

નવી વનડે ટીમ બે વર્ષ બાદ ભારતીય ટીમ ઝિમ્બાબ્વેના પ્રવાસે જશે, જુઓ ટીમ

Pic- insidesports

ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ટીમનો ઝિમ્બાબ્વે પ્રવાસ આવતા મહિને યોજાનાર છે. ભારત-ઝિમ્બાબ્વેની ટીમો વચ્ચે પાંચ મેચની T-20 શ્રેણી રમાશે.

બીસીસીઆઈએ 15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. શુભમન ગિલ ટીમનું નેતૃત્વ કરશે. ટીમમાં શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, ઋતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, રિંકુ સિંહ, સંજુ સેમસન (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), નીતીશ રેડ્ડી, રેયાન પરાગ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, ખલીલ અહેમદ, મુકેશ કુમાર, તુષાર દેશપાંડેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

લગભગ બે વર્ષ બાદ ભારતીય ટીમ ઝિમ્બાબ્વેના પ્રવાસે જઈ રહી છે. છેલ્લી મુલાકાત 2022માં થઈ હતી. 2022માં ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 3 મેચ રમાઈ હતી. બંનેએ 3 ODI મેચ રમી હતી જેમાં ભારતે 3-0 થી સીરીઝ જીતી હતી. ભારત-ઝિમ્બાબ્વે છેલ્લે 2016માં T20 શ્રેણી રમી હતી જેમાં ભારતે 2-1થી શ્રેણી જીતી હતી.

Exit mobile version