જેકબ ડફી (ચાર વિકેટ) અને કાયલ જેમિસન (ત્રણ વિકેટ) ની શાનદાર બોલિંગની મદદથી ન્યુઝીલેન્ડે પ્રથમ ટી20 મેચમાં પાકિસ્તાનને નવ વિકેટથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાન 91 રનમાં ઓલઆઉટ થઈ ગયું; ન્યુઝીલેન્ડે માત્ર 10.1 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધું.
ન્યૂઝીલેન્ડ તરફથી ટિમ શેફર્ટ (29 બોલમાં 44 રન) એ વિસ્ફોટક ઇનિંગ રમી. ફિન એલને 17 બોલમાં અણનમ 29 રન અને ટિમ રોબિન્સને 15 બોલમાં અણનમ 18 રન બનાવ્યા. ચેમ્પિયન્સ ટ્રોફીમાં હાર બાદ, પાકિસ્તાનની ટીમ નવા કેપ્ટન સલમાન આગાના નેતૃત્વમાં મેદાનમાં પરત ફરી હતી, પરંતુ ટીમને ફરી એકવાર નિરાશાનો સામનો કરવો પડ્યો. બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન જેવા ખેલાડીઓને ટી20 ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે.
મેચમાં ન્યુઝીલેન્ડની ટીમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલરો કાયલ જેમીસન અને જેકબ ડફીની ઘાતક બોલિંગ સામે, આખી પાકિસ્તાન ટીમ ૧૮.૪ ઓવરમાં ૯૧ રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ખુશદિલ શાહે સૌથી વધુ 32 રન બનાવ્યા, જ્યારે કેપ્ટન સલમાન આગાએ 18 રનનું યોગદાન આપ્યું.
આ જીત સાથે, ન્યુઝીલેન્ડની ટીમે પાંચ મેચની ટી20 શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. શ્રેણીની બીજી મેચ 18 માર્ચે રમાશે.
KFC T20I series underway with a win! Tim Seifert (44) and Finn Allen (29*) steer the chase home for a 9-wicket victory on the back of a clinical bowling effort. Catch up on the scores at https://t.co/3YsfR1YBHU or through the NZC app. 📲
📸 @PhotosportNZ | #CricketNation… pic.twitter.com/0UQ6rWsahk
— BLACKCAPS (@BLACKCAPS) March 16, 2025