T-20

ક્યારે, કેવી રીતે ભારત-ઓસ્ટ્રેલિયા ટી20 શ્રેણીની મેચો ફ્રીમાં જોવી, જાણો

pic- india post english

ODI વર્લ્ડ કપ 2023 પૂરા થયા બાદ પણ ક્રિકેટ ફીવરનો અંત આવ્યો નથી.ટીમ ઈન્ડિયા ફરી એકવાર કાંગારૂઓનો સામનો કરવા માટે તૈયાર છે. તમને જણાવી દઈએ કે વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવીને ટાઈટલ પર કબજો કર્યો હતો.

ઓસ્ટ્રેલિયાએ ઘણા સમય પહેલા ટી20 સીરીઝ માટે પોતાની ટીમની જાહેરાત કરી હતી. ટીમની કમાન મેથ્યુ વેડને સોંપવામાં આવી છે.વર્લ્ડ કપ 2023નો હિસ્સો રહેલા ખેલાડીઓને પણ તક આપવામાં આવી છે.જો કે ઓસ્ટ્રેલિયાનો નિયમિત કેપ્ટન પેટ કમિન્સ આ સિરીઝનો ભાગ નહીં હોય.

બીજી તરફ વર્લ્ડ કપ બાદ ટી-20 સિરીઝ માટે પણ ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે સુકાનીપદ સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવ્યું છે, જ્યારે યુવા સ્ટાર ખેલાડીઓને તક આપવામાં આવી છે. વિશ્વકપનો ભાગ બનેલા મોટાભાગના ખેલાડીઓને ટી-20 શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે.

ટી-20 સિરીઝ 23 નવેમ્બરથી શરૂ થશે જ્યારે સિરીઝની છેલ્લી મેચ 3 ડિસેમ્બરે રમાશે. લાઇવ ટેલિકાસ્ટ અને સ્ટ્રીમિંગ વિશે વાત કરીએ તો, પાંચ મેચની T20 સિરીઝ ભારતમાં ટીવી પર સ્પોર્ટ્સ 18 નેટવર્ક દ્વારા લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. મેચનું લાઈવ સ્ટ્રીમિંગ Jio સિનેમા એપ પર કરવામાં આવશે.

શેડ્યૂલ આ પ્રમાણે છે:

પ્રથમ મેચ- 23 નવેમ્બર, ગુરુવાર,
રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમ, વિશાખાપટ્ટનમ

બીજી મેચ- 26 નવેમ્બર, રવિવાર,
ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, તિરુવનંતપુરમ

ત્રીજી મેચ- 28 નવેમ્બર, મંગળવાર,
બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમ, ગુવાહાટી

ચોથી મેચ- 01 ડિસેમ્બર,
વિદર્ભ ક્રિકેટ એસોસિએશન ગ્રાઉન્ડ, નાગપુર

પાંચમી મેચ- 03 ડિસેમ્બર,
રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, હૈદરાબાદ.

pic- india post english

Exit mobile version