T-20

કોહલીએ વધુ એક ‘વિરાટ’ સિદ્ધિ હાંસલ કરી, T20માં આવું કરનાર પ્રથમ ભારતીય બન્યો

પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી જ્યારથી ફોર્મમાં પરત ફર્યો છે ત્યારથી તે નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. રવિવારે ગુવાહાટીમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી બીજી T20 મેચમાં કોહલીએ વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી હતી.

તે T20 ક્રિકેટમાં 11000 રન બનાવનાર ભારતનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. કોહલીએ પોતાની ઇનિંગ દરમિયાન 28 બોલમાં સાત ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા. તેણે મેચમાં અણનમ 49 રનની ઇનિંગ રમી હતી. જોકે, તે એક રનથી પોતાની અડધી સદી ચૂકી ગયો હતો.

કોહલી હવે T20 ક્રિકેટમાં 11000 રન બનાવનાર ભારતનો પ્રથમ અને વિશ્વનો ચોથો બેટ્સમેન બની ગયો છે. તેના પહેલા ક્રિસ ગેલ, કિરોન પોલાર્ડ અને શોએબ મલિક આ આંકડો પાર કરી ચૂક્યા છે. ટી20 ક્રિકેટમાં ગેલના 14562, પોલાર્ડના 11915 અને મલિકના 11902 રન છે.

Exit mobile version