બાંગ્લાદેશનો બેટ્સમેન લિટન દાસ જબરદસ્ત ફોર્મમાં છે. લિટન પોતાના બેટથી એક પછી એક રેકોર્ડ બનાવી રહ્યો છે. આયર્લેન્ડ વિરૂદ્ધ રમાયેલી બીજી T20 મેચમાં લિટનના બેટે ફરી એકવાર ધમાલ મચાવી હતી. તેણે માત્ર 18 બોલમાં ફિફ્ટી ફટકારીને હોબાળો મચાવ્યો હતો. લિટને 5 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે તેણે એક મોટો રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો.
લિટન દાસ T20 ઈન્ટરનેશનલમાં બાંગ્લાદેશ માટે સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બન્યો. તેના પહેલા આ રેકોર્ડ મોહમ્મદ અશરફુલના નામે હતો, જેણે 2007માં વેસ્ટ ઈન્ડિઝ સામે 20 બોલમાં અડધી સદી ફટકારી હતી. લિટન દાસે અશરફુલનો લગભગ 16 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. આ પહેલા તેણે ભારત સામે 21 બોલમાં ફિફ્ટી ફટકારી છે. આ સાથે લિટન સૌથી ઝડપી ફિફ્ટી ફટકારનાર વિશ્વનો 31મો બેટ્સમેન બની ગયો છે.
આ મામલામાં ભારતના દિગ્ગજ ખેલાડી યુવરાજ સિંહનો રેકોર્ડ ટોચ પર છે. જેણે ઈંગ્લેન્ડ સામે માત્ર 12 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. તેનો રેકોર્ડ આજ સુધી કોઈ બેટ્સમેન તોડી શક્યો નથી.
A fiery knock from Litton Das 🔥 #BANvIRE | Scorecard: https://t.co/hjpylZJUZ0 pic.twitter.com/qgJY2H7ew5
— ICC (@ICC) March 29, 2023