T-20

મેથ્યુ હેડન ફરી પાકિસ્તાન ટીમ સાથે જોડાયા, આ મહત્વપૂર્ણ જવાબદારી મળી

ICC T20 વર્લ્ડ કપ આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાવાનો છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમે આ મોટી ટૂર્નામેન્ટ માટે ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓપનર મેથ્યુ હેડનને મેન્ટરની જવાબદારી સોંપી છે.

પાકિસ્તાનના કોચિંગ સ્ટાફમાં પહેલાથી જ ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ ક્રિકેટર સામેલ છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમના બોલિંગ કોચ શોન ટેટ છે, જેની દેખરેખમાં પાકિસ્તાની બોલરો પણ ઘણા પ્રભાવિત થયા છે. ટી-20 વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં રમાવાનો છે, તેથી ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટરોનું ટીમમાં સામેલ થવું પાકિસ્તાન માટે સારો સંકેત છે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ શુક્રવારે આની જાહેરાત કરી હતી. ટી20 વર્લ્ડ કપ 2021 દરમિયાન જ્યારે ટીમ સેમિફાઇનલમાં પહોંચી ત્યારે મેથ્યુ હેડન પણ પાકિસ્તાની કોચિંગ સ્ટાફનો એક ભાગ હતો. પાકિસ્તાને T20 વર્લ્ડ કપ 2021માં લીગ રાઉન્ડમાં ભારત, ન્યુઝીલેન્ડ, અફઘાનિસ્તાન, સ્કોટલેન્ડ અને નામીબિયાને હરાવ્યું હતું.

હેડન 15 ઓક્ટોબરે બ્રિસ્બેનમાં ટીમ સાથે જોડાશે, જ્યારે ટીમ ક્રાઈસ્ટચર્ચથી ત્યાં પહોંચશે. પાકિસ્તાન ક્રિકેટ ટીમ ત્યાં ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ સાથે ટી-20 સીરીઝ રમશે. પીસીબી ચીફ રમીઝ રાજાએ કહ્યું, ‘હું મેથ્યુ હેડનનું પાકિસ્તાનની જર્સીમાં ફરી સ્વાગત કરું છું. ઓસ્ટ્રેલિયામાં યોજાનાર T20 વર્લ્ડ કપ માટે તે પાકિસ્તાની ટીમ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

Exit mobile version