T-20

આ વિકેટકીપર બેટ્સમેનને બદલી થતા મોહમ્મદ આમિર ઇંગ્લૈંડ રવાના થશે

પીસીબી સૂત્રોના જણાવ્યા અનુસાર આમિર આ અઠવાડિયાના અંતે ઇંગ્લેન્ડ જવા રવાના થશે…

કરાચી: પાકિસ્તાન ક્રિકેટ ટીમના ચાહકો માટે એક મોટો સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ ડાબોડી હાથના ઝડપી બોલર મોહમ્મદ આમિરને પાકિસ્તાનની ટીમમાં શામેલ કરવામાં આવ્યો છે. હવે આમિર ટૂંક સમયમાં ઇંગ્લેન્ડ જવા રવાના થશે અને ત્યાં ત્રણ મેચની ટી -20 સિરીઝમાં ભાગ લેશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) એ પણ આમિરની ટીમમાં વાપસી થવાની પુષ્ટિ કરી છે.

પાકિસ્તાની મીડિયાના અહેવાલ મુજબ આમિરની કોરોના પરીક્ષણ સોમવારે થયું હતું. જો કે તેના રિપોર્ટ અંગે હજી સુધી કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી. જો કે, નિયમો અનુસાર, આમિર ઇંગ્લેન્ડ જતા પહેલા બે વાર કોરોના ટેસ્ટ લેશે. પીસીબી સૂત્રોના જણાવ્યા અનુસાર આમિર આ અઠવાડિયાના અંતે ઇંગ્લેન્ડ જવા રવાના થશે.

જણાવી દઈએ કે, અગાઉ જ્યારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમની ઘોષણા કરી હતી. ત્યારબાદ આમિરે પોતાને આ ટૂરથી દૂર રાખવાનો નિર્ણય કર્યો હતો કારણે કે તેની પત્ની ગર્ભવતી હતી જેણે હાલમાં જ એક બાળકીને જન્મ આપ્યો છે. આમિર આ સમયે તેની પત્ની સાથે રહેવા માંગતો હતો, તેથી જ તેણે પોતાને ઇંગ્લેન્ડ પ્રવાસથી દૂર રાખ્યો હતો. મળતી માહિતી પ્રમાણે આમિરે પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે.

વિકેટકીપર રોહેલ નઝીરની જગ્યાએ પાકિસ્તાનની ટીમમાં જોડાશે:

ગયા વર્ષે ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહેનાર ઝડપી બોલર હાલમાં પાકિસ્તાનનો સૌથી પ્રતિભાશાળી ફાસ્ટ બોલર માનવામાં આવે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે ઇંગ્લેન્ડ પ્રવાસ પર વિકેટકીપર બેટ્સમેન રોહેલ નઝીરની જગ્યા લેશે.

Exit mobile version