T-20

મોહમ્મદ નબીનું ઐતિહાસિક પરાક્રમ, 45 દેશ સામેની જીતનો ભાગ બન્યો

Pic- circle of cricket

રવિવારે, T20 વર્લ્ડ કપ 2024 ની 48મી મેચ અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા (AFG vs AUS) વચ્ચે રમાઈ હતી. આ મેચમાં રાશિદ ખાનની ટીમે ઓસ્ટ્રેલિયાને 21 રને હરાવ્યું હતું.

ક્રિકેટના ઈતિહાસમાં ઓસ્ટ્રેલિયા સામે અફઘાનિસ્તાનનો આ પ્રથમ વિજય હતો. આ ઐતિહાસિક જીત સાથે ટીમના અનુભવી ઓલરાઉન્ડર મોહમ્મદ નબીના નામે એક મોટો રેકોર્ડ પણ નોંધાયો હતો. આ મેચમાં અફઘાનિસ્તાને ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યા બાદ 148/6 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 19.2 ઓવરમાં 127 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મોહમ્મદ નબી હવે 45 અલગ-અલગ ટીમો સામે જીત મેળવનાર ખેલાડી બની ગયો છે. અફઘાનિસ્તાનની જર્સીમાં મોહમ્મદ નબીની પ્રથમ જીત 2004માં બહેરીન સામે હતી. જ્યારે 45મી જીત 2024માં ઓસ્ટ્રેલિયા સામે મળી હતી.

મોહમ્મદ નબીની ગણતરી ક્રિકેટ જગતના સૌથી સફળ ઓલરાઉન્ડરોમાં થાય છે. 39 વર્ષીય જમણા હાથના ઓલરાઉન્ડરે તેની કારકિર્દીમાં અત્યાર સુધી 3 ટેસ્ટ, 161 ODI અને 127 T20 મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન તેણે ત્રણેય ફોર્મેટમાં 273 વિકેટ ઝડપી છે. આ સાથે જ બેટિંગમાં 5644 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે બે સદી અને 22 અડધી સદી ફટકારી છે.

હવે અફઘાનિસ્તાન તેની ત્રીજી મેચ બાંગ્લાદેશ સામે રમશે, જે 25 જૂને રમાવાની છે. રાશિદ ખાનની ટીમ આગામી મેચને મોટા અંતરથી જીતવા માંગે છે, જેથી તેઓ તેમના વધુ સારા રન રેટ દ્વારા સેમિફાઇનલ માટે ક્વોલિફાય થવાની રેસમાં રહી શકે.

Exit mobile version