
સ્કોટલેન્ડ સામેની મેચમાં પાકિસ્તાનનો ઓપનર મોહમ્મદ રિઝવાન ભલે 15 રન બનાવીને આઉટ થયો હોય પરંતુ તેણે એક મોટો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
રિઝવાન એક કેલેન્ડર વર્ષમાં ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. આમ કરીને તેણે ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો. વર્ષ 2021માં રિઝવાને ટી20 ક્રિકેટમાં અત્યાર સુધીમાં 1666 રન બનાવ્યા છે. આ પહેલા આ રેકોર્ડ ક્રિસ ગેલના નામે હતો. ગેઈલે વર્ષ 2015માં કુલ 1665 રન બનાવ્યા હતા. ભારતના વિરાટ કોહલીએ 2016માં 1664 રન બનાવીને શાનદાર પ્રદર્શન કર્યું હતું. પાકિસ્તાનના બાબર આઝમે 2019માં 1607 રન બનાવ્યા હતા. મિસ્ટર 360 તરીકે જાણીતા એબી ડી વિલિયર્સે વર્ષ 2019માં 1580 ટી20 રન બનાવ્યા હતા.
તમને જણાવી દઈએ કે રિઝવાનના પ્રદર્શનના કારણે પાકિસ્તાનની ટીમ ટી-20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પહોંચવામાં સફળ રહી છે. ખાસ કરીને ભારત સામે રિઝવાન અને બાબરે શાનદાર બેટિંગ કરી અને 152 રન જોડ્યા.
પાકિસ્તાને સ્કોટલેન્ડ સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. બાબર અને રિઝવાને પ્રથમ વિકેટ માટે 35 રનની ભાગીદારી નોંધાવી હતી. આ સમગ્ર ટૂર્નામેન્ટમાં બંને બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. પાકિસ્તાનની ટીમ પહેલાથી જ સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે
