T-20

ન્યૂઝીલેન્ડનો ઈંગ્લેન્ડ પર બેવડો હુમલો, એક તીરથી બે શિકાર કરી બદલો પૂર્ણ કર્યો

ન્યૂઝીલેન્ડની ટીમે ICC ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચીને ઇતિહાસ રચ્યો છે. બુધવારે રમાયેલી રોમાંચક મેચમાં ટીમે ઇંગ્લેન્ડને 5 વિકેટે હરાવ્યું હતું.

આ જીત સાથે ટીમે ઈંગ્લેન્ડ પાસેથી એક સાથે એક નહીં પરંતુ બે પરાજયનો બદલો લીધો. કિવિ કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઈંગ્લેન્ડે 4 વિકેટે 166 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમે 19મી ઓવરમાં 5 વિકેટ ગુમાવીને જીતનો લક્ષ્યાંક હાંસલ કરીને ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો હતો.

ઈંગ્લેન્ડ સામેની મેચમાંથી લગભગ બહાર થઈ ગયેલી ન્યુઝીલેન્ડે વાપસી કરીને ઈતિહાસ રચ્યો હતો. કીવી ટીમ પ્રથમ વખત ICC ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી છે. આ પહેલા ટીમ ક્યારેય સેમીફાઈનલથી આગળ વધી શકી ન હતી. આ વખતે તેણે આ અવરોધને પાર કર્યો અને એવી રીતે કે જેની બહુ ઓછા લોકો અપેક્ષા રાખતા હતા.

હારનો બદલો, એક તીરથી બે શિકાર:

ન્યુઝીલેન્ડની ટીમે આ એક મેચ જીતીને ઈંગ્લેન્ડને ટી-20 વર્લ્ડ કપમાંથી બહારનો રસ્તો બતાવી દીધો છે. આ જીત સાથે, ટીમે એક તીરથી ઇંગ્લૈંડને બે વાર આપ્યા. 2019 ODI વર્લ્ડ કપ ફાઇનલમાં, ઇંગ્લેન્ડને ટાઇ મેચમાં વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું. ટીમે અહીં આ હારનો બદલો લીધો. આ સાથે જ છેલ્લી ટી-20 વર્લ્ડ કપ સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામેની હારની પણ બરાબરી થઈ ગઈ હતી. 2016માં રમાયેલી આ ટુર્નામેન્ટમાં કિવી ટીમને 7 વિકેટે હાર આપી હતી.

Exit mobile version