T-20

ન્યુઝીલેન્ડે T20 શ્રેણીમાં જોરદાર પુનરાગમન કર્યું, શ્રીલંકાને 9 વિકેટે હરાવ્યું

Pic- Deccan Harald

શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની T20 ઈન્ટરનેશનલ બે મેચ બાદ 1-1 થી બરાબરી પર છે. શ્રેણીની છેલ્લી અને નિર્ણાયક મેચ 8 એપ્રિલે રમાશે. શ્રેણીની પ્રથમ મેચ સુપર ઓવરમાં ગઈ હતી, જ્યાં શ્રીલંકાનો વિજય થયો હતો, જ્યારે બીજી મેચમાં યજમાન ન્યુઝીલેન્ડે જોરદાર વાપસી કરી હતી અને 9 વિકેટે જીત મેળવીને શ્રેણી 1-1થી બરાબર કરી હતી.

ડ્યુનેડિન યુનિવર્સિટી ઓવલ મેદાન પર રમાઈ રહેલી મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને શ્રીલંકાને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું.

શ્રીલંકાની ટીમ 20 ઓવર પણ પૂરી કરી શકી ન હતી અને 19 ઓવરમાં 141 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. કુસલ પરેરાએ 35, ધનંજય ડી’સિલ્વાએ 37 અને ચરિત અસલંકાએ 24 રન બનાવ્યા હતા. આ ત્રણ સિવાય કોઈ બેટ્સમેન 10થી વધુ રન બનાવી શક્યો નહોતો. એડમ મિલ્નેએ પાંચ, જ્યારે બેન લિસ્ટરે બે જ્યારે હેનરી શિપલે, રચિન રવિન્દ્ર અને જિમી નીશમે એક-એક વિકેટ લીધી હતી.

જવાબમાં ન્યૂઝીલેન્ડે 14.4 ઓવરમાં એક વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ટિમ સેફર્ટ 43 બોલમાં 79 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો જ્યારે કેપ્ટન ટોમ લાથમ 30 બોલમાં 20 રન બનાવીને નોટઆઉટ પરત ફર્યો હતો. ઓપનર ચેડ બોસ 15 બોલમાં 31 રન બનાવીને આઉટ થયો હતો. સેફર્ટે ત્રણ ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા હતા.

Exit mobile version