ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ તેની હોસ્ટિંગમાં કોમનવેલ્થ ગેમ્સમાં રમી હતી, પરંતુ ટીમના હાથમાં ગોલ્ડ અને સિલ્વર તો છોડો, તે કાંસ્ય પણ નથી લઈ શકી. રવિવારે બર્મિંગહામમાં રમાયેલી બ્રોન્ઝ મેડલ મેચમાં યજમાન ઈંગ્લિશ ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. તે જ સમયે, ન્યુઝીલેન્ડની મહિલા ક્રિકેટ ટીમે પ્રથમ વખત જ બ્રોન્ઝ મેડલ પર કબજો કર્યો હતો.
બ્રોન્ઝ મેડલ મેચની વાત કરીએ તો ઈંગ્લેન્ડની ટીમના કેપ્ટન નેટ સાયવરે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જો કે ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 110 રન બનાવી શકી હતી. ઈંગ્લેન્ડ તરફથી કેપ્ટન નેટ સ્કીવરે 27 રન બનાવ્યા જ્યારે એમી જોન્સે 26 રન બનાવ્યા. સોફી એક્લેસ્ટોનના બેટમાંથી 18 રન આવ્યા હતા. તેના સિવાય કોઈ પણ બેટ્સમેન ડબલ ફિગરને પાર કરી શક્યો ન હતો, જેના કારણે ટીમને નુકસાન સહન કરવું પડ્યું હતું.
Podium finish! Congratulations to the @WHITE_FERNS on winning a bronze medal as part of @TheNZTeam at the @birminghamcg22. #KoTātauTeKapaAotearoa #WeAreTheNZTeam pic.twitter.com/QTw4XWOdSA
— BLACKCAPS (@BLACKCAPS) August 7, 2022
ન્યુઝીલેન્ડ તરફથી હીલી જેન્સને 3 વિકેટો જ્યારે ફ્રાન જોનાસ અને સુકાની સોફી ડિવાઈને 2-2 સફળતા મેળવી હતી. કેપ્ટન સોફી ડિવાઈન 51 રન બનાવી અણનમ પરત ફર્યા જ્યારે એમિલિયા કેરે 21 રન બનાવ્યા. ન્યુઝીલેન્ડની ટીમે આ લક્ષ્યાંક 11.5 ઓવરમાં 8 વિકેટ બાકી રહેતા હાંસલ કરી લીધો હતો. મહિલા ક્રિકેટનો પ્રથમ વખત કોમનવેલ્થ ગેમ્સમાં સમાવેશ કરવામાં આવ્યો હતો અને યજમાન ટીમ મેડલની રેસમાંથી બહાર થઈ ગઈ હતી.
