T-20

નિકોલસ પૂરને ટી20માં ઘણા બેટ્સમેનના રેકોર્ડ તોડ્યા, 9 બોલમાં 50 રન માર્યા

Pic- rediff

વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન નિકોલસ પૂરને શનિવારે (24 ઓગસ્ટ) ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી પ્રથમ T20 ઈન્ટરનેશનલ મેચમાં તેની તોફાની ઈનિંગથી ધૂમ મચાવી દીધી હતી.

ટાર્ગેટનો પીછો કરવા આવેલી વેસ્ટ ઈન્ડિઝ માટે પુરને 26 બોલમાં 65 રનની અણનમ ઈનિંગ રમી હતી, જેમાં તેણે બે ચોગ્ગા અને સાત છગ્ગા ફટકાર્યા હતા. તેની ઇનિંગમાં તેણે 9 બોલમાં બાઉન્ડ્રી વડે 50 રન બનાવ્યા હતા.

પુરને પોતાની અડધી સદીની ઇનિંગ દરમિયાન એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો. તે T-20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ છગ્ગા મારનાર ખેલાડીઓની યાદીમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. તેણે 96 મેચની 88 ઇનિંગ્સમાં 139 સિક્સર ફટકારી છે.

આ યાદીમાં જોસ બટલર (137 છગ્ગા), સૂર્યકુમાર યાદવ (136 છગ્ગા) અને ગ્લેન મેક્સવેલ (136 છગ્ગા)ને પાછળ છોડી દીધા છે. હવે તેનાથી આગળ માત્ર રોહિત શર્મા (205 સિક્સર) અને માર્ટિન ગુપ્ટિલ (173 સિક્સર) છે.

આ સિવાય તે T-20 ફોર્મેટમાં એક વર્ષમાં સૌથી વધુ છગ્ગા મારનાર ખેલાડીઓની યાદીમાં બીજા સ્થાને આવી ગયો છે. પુરણે 2024માં T-20માં અત્યાર સુધીમાં 124 સિક્સર ફટકારી છે.

Exit mobile version